પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ શશી થરુરે તેમના કાર્યકાળ દરમિયાન ટેડ ટોક આપી હતી, જેમાં ભારતના સોફ્ટપાવર પર મસ્ત વાતો કરી હતી.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ શશી થરુરે તેમના કાર્યકાળ દરમિયાન ટેડ ટોક આપી હતી, જેમાં ભારતના સોફ્ટપાવર પર મસ્ત વાતો કરી હતી. શશીભાઇએ કહ્યું હતું કે, તેમને અમેરિકાન વૃદ્ધ મહિલા મળી હતી, જેને હિન્દી અથવા ભારતીય ભાષા તથા અહીંના કલ્ચર વિશે કશું ખબર ન હતી છતાં તે નિયમિત બોલિવૂડ ફિલ્મો જોતી હતી. આ મહિલાએ જણાવ્યું હતું કે તેને ફિલ્મમાં કશી સમજ પડતી નથી, પણ તે બોલિવૂડ ડાન્સની દીવાની હતી… બોલિવૂડે એક વિદેશી ડાન્સ ઉઠાવ્યો અને શ્રેષ્ઠ ભારતીયકરણ કર્યું, એ ડાન્સ છે કેબ્રે….યુરોપ અમેરિકામાં કેબરેને પારિવારિક ડાન્સ ગણવામાં આવતો નથી કારણ કે ત્યાં બોલીવુડ નથી…સારું છે કે આ દશમી સદી નથી, બાકી આપણા રાજાઓ કેબરેના સ્થાપત્યો પણ બનાવી દેત…. આપણને તો જે પસંદ પડે તેનું ભારતીયકરણ કરી નાખીએ. પિત્ઝાથી કહેવાતી ચાઇનીઝ આઇટમો….વાયા કેબરે… એની વે, છેક પચાસ સાઠના દાયકાથી બોલિવૂડમાં કેબ્રે ડાન્સ પ્રચલિત થવા લાગ્યો, એક સમય તો એવો આવ્યો હતો કે કેબરે વિનાની ફિલ્મની કલ્પના જ ન હોય. કેબરે ડાન્સે કેટલી મોટી આર્ટિસ્ટ રેન્જ આપી? ફિલ્મમાં કેબરેની શરૂઆત કુકુ નામની ડાન્સરે કરી, તેણે જ સજેસ્ટ કરેલી હેલન કેબરેને એટલી ઉંચાઈ પર લઇ ગઇ કે વરઘોડામાં પણ કેબરે ડાન્સ વગર મજા ન આવે…વિચારો યે મેરા દિલ પ્યાર કા દીવાના..બેન્ડવાળા વગાડતા હોય અને નાચવાની મજા…કોરોનાએ વરઘોડાની પત્તર… જવા દો, એ વાત… હેલન પછી તો આખી કેબ્રે પેઢી થઈ… આશા સચદેવ, આપણી ગુજરાતી બિન્દુ અને અરૂણા ઇરાની, કલ્પના ઐયર, જયશ્રી ટી, પદ્મા ખન્નાથી શરૂ થયેલી પરંપરામાં ઝીનત અમાન અને પરવીન બાબીએ હીરોઇન થકી ડાન્સને નવો રંગ આપ્યો. આ પછી તો રેખા, રાખી, હેમા કે દિપીકા, પ્રિયંકા, કરીના સહિત બધી જ જનરેશનની હીરોઇનો કેબરે પર હાથ અને પગ અજમાવી ચૂકી છે…. 2016માં રિચા ચઢ્ઢાની કેબરે નામની રોમેન્ટિક ફિલ્મ પણ આવી ચૂકી છે…મિન્સ કેબરે બોલીવૂડની રગોમાં છે. ઘણાને એ સવાલ ઉદભવે કે કેબરે ડાન્સ ફોર્મેટ ખાલી મહિલાઓ માટે જ? પુરુષોનો શું વાંક? કેબરે નજાકત, શેપ, લચક, રિધમ, સૌંદર્ય… જેવા શબ્દો સાથે છે…બાકી આ બધું ફાવતું હોય તો… કેબરે ડાન્સ મૂળે ફ્રાન્સનો અને હા, કેબરે શબ્દ મૂળે ડચ. કેબરે એટલે નાનો ઓરડો…લે ચેટ નોઇર ઉર્ફે કાળી બિલાડી નામની એક જગ્યાએ ફ્રાન્સના કેટલાક બુદ્ધિશાળી લોકો એક રુમમાં ભેગા થતા. ધીમે ધીમે ખાણીપીણી અને સંગીત જલસા થવા લાગ્યા. આ પ્રણાલી ફ્રાન્સમાં ફેલાવા લાગી, આ જોઇને વધુ ને વધુ લોકોને આકર્ષવાના પ્રયાસોમાં ઓરડામાં થતો ડાન્સ મિન્સ કેબરે ડાન્સ અસ્તિત્વમાં આવ્યો. કવિતાઓ વંચાતી, નાટકો અને સંગીત રચાવા લાગ્યા. કલાકારોને તેમની કલાપ્રદર્શન માટે સ્પેસ મળી. વર્ષ 1900 સુધી એકલા ફ્રાન્સમાં દોઢસો જેટલી ક્લબ બની ચુકી હતી. કેબરે ક્લબની મોજની પ્રથા જર્મની ગઇ, ત્યાંથી આખા યુરોપ અને અમેરિકા સુધી પહોંચી. કેબરે સાથે કેટલીય ક્રાંતિકારી વાતો થઈ, આપણે ફિલ્મોમાં કેબરે ડાન્સમાં ખાલી ભાઇલોગને જ ભેગા કર્યા. કેબરે પતે એટલે હીરો કે વિલનોએ ગોળીઓ ફોડી… કેબરે ક્લબએ આર્ટનું વિશાળ ફોર્મેટ છે, જેમાં ડાન્સ, મ્યુઝિક, નાટક, પઠન સાથે પબ્સ, બાર, નાઇટક્લબ, ખાણીપીણી, કપલ ડાન્સ, ગ્રૂપ ડાન્સ બધાનો સમાવેશ કરી શકાય. હિન્દી ફિલ્મોની જેમ કેબરેમાં મેસેજ પણ આપી શકાય… રાજેશ ખન્ના, આશા પારેખ અને બિંદુ ફેમ કટિ પતંગનું સોંગ ‘મેરા ના હૈ સબનમ, પ્યાર સે લોગ મુઝે કહેતે હૈ શબ્બો’ ….ડાન્સ સાથે મેસેજ આપીને કહાની આગળ વધતી હતી…એક કેબરેના સહારે… લેખન અને સંકલન Deval Shastri🌹