ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ નર્મદા જિલ્લાની મુલાકાતે
નર્મદા માં અતિ ભારે વરસાદના કારણે સર્જાયેલી અતિવૃષ્ટિ અને ખાના ખરાબીનું નિરીક્ષણ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે કર્યું
અસરગ્રસ્ત વિસ્તારો અને થયેલ નુકશાન નું કર્યું નિરીક્ષણ
અધિકારીઓ સાથે રાહત બચાવ કામગીરી માટે કરી બેઠક
રાજપીપલા, તા 13
નર્મદા માં અતિ ભારે વરસાદના કારણે સર્જાયેલી અતિવૃષ્ટિ અને ખાના ખરાબીને નિરીક્ષણ કરવા માટેગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજરોજ નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા.તેમની સાથેમાર્ગ મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદી ઉપસ્થિત રહ્યા હતા.તેમની સાથે સાંસદ મનસુખભાઇ વસાવા તથા ભાજપાના આગેવાનો અને કલેકટર ડી એ શાહની સાથે અસરગ્રસ્ત વિસ્તારોની અને થયેલ નુકશાન અંગેનું જાત નિરીક્ષણ કર્યું હતું.
ત્યાર બાદ રાજપીપલા કલેકટર કચેરી ખાતા તમામ સલગ્ન અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને સરકાર તરફથી જરૂરિયાત મુજબ મદદ સહાય અંગે ચર્ચા કરી હતી.
અતિ અતિ ભારે વરસાદના કારણે રસ્તા નાળા તૂટી ગયા છે. તેનું તાકીદે સમારકામ થાય
તે માટે લોકોને મદદરૂપ થાય માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું.10થી વધુ નાળા તૂટી ગયા છે તેનો સમારકામસત્વરે થાય રોડ ઉપર વૃક્ષો તૂટી ગયા છે તેનું વ્યવસ્થાપન કરાવ્યું છે અસરગ્રસ્ત 9000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમ છતાં જે 25 લોકો રહી ગયા છે એમના માટે કરજણ ડેમમાંથી 2,17,000ક્યુસેક પાણી છોડાયું હતું તે બંધ કરીને એનડીઆરએસ ની ટીમ દ્વારા તેની બચાવ કામગીરી કરીતેમને બચાવી લેવાયાછે .ત્યારબાદ ફરી પાણી છોડવામાં આવી છે sdrf અને ndrf ટીમ દ્વારા બચાવ ની કામગીરી પણ હાથ ધરવામાંઆવી છે.નર્મદાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સક્રિય છે નર્મદા માં આવેલી કુદરતી આફતોનો સામનો કરવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા