સુરતમાં 192 વિધાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શાળા-કોલેજ બંધ કરવા આદેશ

સુરતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની છે. ત્યારે અત્યાર સુધીમાં192 વિધાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હાલ મહાનગરપાલિકાએ 7 દિવસ સુધી ટ્યુશન ક્લાસીસ અને શાળા-કોલેજો બંધ કરવા આદેશ કરાયો છે. સાથે જ શિક્ષણકાર્ય ઓનલાઈન કરવા નિર્ણય લેવાયો છે.