મોદીએ મને કહ્યું છે અમદાવાદમાં 70 લાખ લોકો તમારું અભિવાદન કરશે : ટ્રમ્પ

ટ્રમ્પે વધુમાં કહ્યું કે, ગઈકાલે મારી ભારતીય વડાપ્રધાન મોદી સાથે ફોન પર ચર્ચા થઈ છે. મોદીએ કહ્યું કે લાખોને લાખો લોકો તમને આવકારવા આતુર છે. અમદાવાદમાં જ એરપોર્ટથી નવનિર્મિત વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમ સુધીના રસ્તા પર જ 50થી 70 લાખ લોકોનું માનવમહેરામણ ઉમટશે, ખુશી સાથે ટ્રમ્પે ઉમેર્યું હતુ. ‘કેમ છો ટ્રમ્પભાઈ? કાર્યક્રમમાં અમદાવાદના અંદાજે 65થી 70 લાખ લોકો જોડાવવાના છે તેવો વાદો અને દાવો વડાપ્રધાન મોદી અને ટ્રમ્પે કર્યો છે પરંતુ, સૌને જાણીને આશ્ચર્ય થશે કે અમદાવાદની કુલ વસ્તી અંદાજે 70 લાખની આસપાસ છે