*અમદાવાદ ઍરપોર્ટ પર પેસેન્જર પાસે સાત કિલો સોનું પકડાયું*

સોનાના ભાવમાં આવેલા વધારાને પગલે તેની દાણચારોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ખાસ કરીને અમદાવાદ અને સુરત એરપોર્ટ પર વિદેશથી ગેરકાયદે રીતે સોનું લાવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ ઍરપોર્ટ પર ૮ ફેબ્રુઆરીએ ગલ્ફમાંથી આવતી ફલાઇટમાં ૧૩ પેસેન્જર પાસેથી અંદાજે ૩.૦૬ કરોડનું સોનું ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાંથી છ પેસેન્જરની ધરપકડ કરવામાં આવી છે. પેસેન્જરોએ અલગ અલગ રીતે સોનાની દાણચોરીની પદ્ધતિ અપનાવીને ૭ કિલો ૨૪ કેરેટ સોનું ઝડપી પાડવામાં આવ્યું હતું. કુવેત, શારજાહ, દુબઇ, દોહા અને બેંગકોકથી ફલાઇટમાં આવેલા ૧૩ પેસેન્જરો સોનાની દાણચોરી કરતા ઝડપાઇ લીધા હતા. દાણચોરી કરતાં કેરિયરો કેરળ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના હોવાનું બહાર આવ્યું છે. આ લોકોએ સોનું વિવિધ રીતે જેમ કે, કપડાંમાં, મોજાં, ટ્રાઉઝર, જેકેટ્સ, જિન્સ, અન્ડરગાર્મેન્ટ, ટ્રોલી સપોર્ટ તરીકે છુપાયેલું હતું. પકડાયેલું ૨૪ કેરેટનું શુદ્ધ સોનું ૭ કિલો છે જેની માર્કેટ કિંમત રૂ.૩.૦૬ કરોડની આસપાસ થાય છે.