*નડિયાદ: બનાવટી ચલણી નોટો છાપવાનુ રેકેટઝડપાયો*

500ની નકલી નોટો બનાવવાનું રેકેટ ઝડપી બે શખ્સોની ધરપકડ કરી શહેરમાંથી બનાવટી ચલણી નોટો છાપવાનુ રેકેટ એસ.ઓ.જી ટીમે ઝડપી પાડયુ છે. શહેરમાં યોજાનાર મેળામાં નોટો ફેરવી પૈસા બનાવી લેવા ની હિલચાલ પહેલા પોલીસ ટીમે ઝડપી પાડયા છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પંજાબી સોસાયટીની બાજુમાં નકલી નોટો છાપવામાં આવી રહી હોવાની બાતમી મળી હતી. જેથી અ પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે રેડ પાડી હતી.બાતમી આધારિત સ્થળે રેડ પાડતા રાજુભાઇ શંકરભાઇ પરમાર અને શૈલેન્દ્રસિંહ જનકસિંહ પરમાર હોવાનુ બહાર આવ્યુ હતુ.પોલીસ ટીમે બંને વ્યક્તિઓને સાથે રાખી ઘરની તલાસી લીધી હતી.ઘરની તલાસી લેતા એક મીણીયાની કોથળીમાં ૫૦૦ના દરની નોટોના બંડલો ભરેલ મળી આવ્યા હતા.જે કુલ નોટો ૯,૭૦,૦૦૦ મળી આવ્યા હતા