અમદાવાદમાં ઘરમાં ઘૂસી દરવાજો બંધ કરી પાડોશીએ મહિલાની લાજ લૂંટવાનો કર્યો પ્રયાસ

અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતી એક મહિલાએ પાડોશીમાં રહેતા એક યુવક વિરૂદ્ધ જબરજસ્તી લાજ લૂંટવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. મહિલા ઘરમાં એકલી હતી તે દરમિયાન પાડોશી યુવક આવી પહોંચ્યો હતો. અને દરવાજો બંધ કરી નજીક આવવા લાગતા મહિલાએ બુમાબુમ કરી દરવાજો ખોલી બહાર દોડી આવી હતી. આ દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઇ યુવકને બરાબરનો મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. આ મામલે પોલીસે આરોપી યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાયકવાડ હવેલી પોલીસે નરાધમ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી