નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મકરાણ ગામે આકસ્મિક રીતે કાચા ઘરમાં આગ લાગતા આખું ઘર બળીને ભષ્મિભૂત

નર્મદા બ્રેકીંગ..

ગામના સ્થાનિકો દ્વારા ડોલ, અન્ય સાધનો થી ઓ પાણી નો મારો ચલાવી આગને કાબૂમા લેવાઈ

સાગબારા, ડેડીયાપાડા તાલુકાઓ માં ફાયર સ્ટેશનનો અભાવે આગની ઘટનાઓ વખતે લોકોએ રહેવું પડે છે ભગવાન ભરોસે.

રાજપીપળાથી ફાયર ટિમને બોલાવવી પડે છે!

ઘટના સ્થળે પોહચે તે પહેલાં ઘર બળીને થઈ જાય છે લોકો ની મિલ્કત

રાજપીપળા, તા 14

નર્મદાના સાગબારા તાલુકાના મકરાણા ગામેધોળે દિવસે કાચા ઘરમાં આગજનીનો બનાવ બનવા પામ્યો હતો જેમા રહીશો ની નજર સામે લાખોની ઘરવખારી બળીને ભસ્મીભૂત થઇ જતા પરિવાર નિરાધારબની ગયુ હતું.જોકે નસીબ જોગે કોઈપણ જાનહાની થવા પામી નથી.
બનાવની વિગત મુજબ મુજબ નાનાકાકડી આંબા ગૃપ ગ્રામ પંચાયતનાં મકરાણ ગામના વસાવા પારતુબેન મગનભાઈના ઘરમાં ભર બપોરે 12 વાગ્યાની આસપાસ અચાનક આકસ્મિક રીતે આગ લાગી હતી. જેમા ઘર વપરાશના સાધનો તેમજ ઘરમાં રહેલ રોકડ રકમ તેમજ ઘરેણાં સહિત ખાવા-પીવાની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.સાથે સાથેજ વસાવા ઊર્મિલાબેન શિવરામભાઈનાં ઘરને પણ વિકરાળ આગે લપેટમાં લેતા તેમને પણ નુકસાન થયેલ છે.
પરિવારો અગ્નિ શામક તંત્રની રાહ જોઈ બેઠા હતા. પણ કાચું ઘર હોવાના કારણે ઘરમાં લાગેલી આગને કાબૂમાં લઇ શક્યાનહોતા.

નિરાધાર બની ગયેલા પરિવારને ગામ લોકોએ તંત્રનેવહેલી તકે ઘટના સ્થળની મુલાકાત લઇ યોગ્ય વળતરની માંગ કરી હતી. સાથે જ દેડીયાપાડા તેમજ સાગબારાના ગ્રામ્ય વિસ્તારોમાં ફાયર સેફ્ટીની સુવિધા તાત્કાલીક તંત્ર દ્વારા પૂરી પાડવાની પણ
સ્થાનિકોએ માંગ કરી હતી
દેડીયાપાડા તેમજ સાગબારા પંથકમાં આવી ઘટના વારંવાર બનતી હોય છે. તંત્રને વારંવાર સ્થાનિક દ્વારા રજૂઆતો કરવા તેમજ તાલુકામાં અગ્નિશામકના સાધનોના અભાવના કારણે તેમજ આદિવાસી વિસ્તારમાં મોટા ભાગના કાચા ઘર હોવાના કારણે આગ લગતા ખૂબ જ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કેનર્મદા જીલ્લાના સાગબારા પંથકમાં આગની ઘટનાઓ વખતે લોકોને ભગવાન ભરોસે રહેવું પડે છે! તંત્ર દ્વારા કાયમી ધોરણે ફાયર સેફ્ટી સ્ટેશન સ્થાપવાની.માંગ કરી છે

તસવીર: જ્યોતિ જગતાપ, રાજપીપળા