એક રૂપિયે કિલો ફુલાવર-કોબીજ અને ત્રણ રૂપિયે ટામેટાં વેચાય છે
અમદાવાદ: ખેડૂતોના ઉત્પાદનોને સંગ્રહ કરવાની અને ભાવમાં સમતોલપણું લાવવાની અપૂરતી વ્યવસ્થાને કારણે શાકભાજી અને અનાજના ભાવ વધારોનો લાભ ખેડૂત સુધી પૂરતો પહોંચતો નથી, જ્યારે ભાવ ઘટાડોનું નુકસાન પૂરેપૂરું ખેડૂતોને જ વેઠવું પડી રહ્યું છે. વચેટીયાની માર્કેટિંગ ચેઇનના કારણે ખેડૂતો અને ગ્રાહક બંને ભારે નુકસાન થઇ રહ્યું છે. છેલ્લા ૧પ દિવસથી શાકભાજીના ભાવ ગગડી જતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. હાલ માત્ર એક રૂપિયે કિલોના ભાવે ખેડૂતો પાસેથી વેપારીઓ ફુલાવર અને કોબીજ ખરીદી રહ્યા છે. જ્યારે ટામેટા પણ માત્ર ત્રણ રૂપિયા કિલના ભાવે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવે છે.
એક મહિના અગાઉ જ શાકભાજીના ભાવમાં કડાકો હોય ખેડૂતોને સારા ભાવ મળવાની આશા હતી, પરંતુ એટલી હદે શાકભાજીના ભાવ ગગડી ગયા છે કે ખેડૂતોને બિયારણનો ખર્ચ પણ મળી રહ્યો નથી. સાબરકાંઠા અને અરવલ્લીમાં ૯ હજાર હેક્ટર કરતાં વધુ જમીનમાં શાકભાજીનુ વાવેતર કરવામાં આવ્યું હતું. હાલ માત્ર એક રૂપિયે કિલોના ભાવે ખેડૂતો પાસેથી વેપારીઓ ફુલાવર અને કોબીજ ખરીદી રહ્યા છે. જ્યારે ટામેટા પણ માત્ર ત્રણ રૂપિયા કિલના ભાવે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવે છે.
મફતના ભાવે ખેડૂતોને શાકભાજી વેચવાનો વારો આવતાં મોંધાભાવનુ બિયારણ અને ખાતર વાપરી મહેનત કરનાર ખેડુતો પાયમાલ થઈ ગયા છે. માત્ર ત્રણ રૂપિયે કિલો ટામેટા વેપારીઓ ખરીદી રહ્યા હોય અનેક ખેડૂતો ટામેટા પશુઓને ખવડાવી વિરોધ કરી રહ્યા છે. જ્યારે પાણી કરતાં પણ સસ્તા ભાવે ફુલાવર અને કોબીજ વેચવાનો વારો આવતાં ખેડૂતો ખેતરોમાં તૈયાર શાકભાજી ઉપર ટ્રેક્ટર ફેરવી રહ્યા છે. સાબરકાંઠામાં પ્રાંતિજ પંથકમાં ફુલાવર અને કોબીજનુ સૌથી વધુ વાવેતર છે. આ વાવેતર પાછળ ખેડૂતોને પ્રતિ એકર ૮૦ હજાર જેટલો ખર્ચ કરવો પડયો છે.