પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ગાંધીનગર ખાતે ભૂખ હડતાલ પર ઉતાર્યા

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ગાંધીનગર ખાતે ભૂખ હડતાલ પર ઉતાર્યા છે. પાટણના હાંસલપુરમાં આવેલુ પંપીગ સ્ટેશન તાત્કાલીક ધોરણે ચાલુ કરવામા આવે તેવી ધારાસભ્યએ માંગ કરી છે.પાંચ કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલુ પંપીગ સ્ટેશન લાંબા સમયથી તૈયાર થયા બાદ પણ લોકોને ગટર કનેક્શન આપવામા આવ્યા નથી.જ્યા પંપીગ સ્ટેશન બનાવામા આવ્યું છે.તે જગ્યાની બાજુમા બિલ્ડરની જગ્યા છે. મળતીયા બિલ્ડરને બચાવવા માટે થઈને ભાજપના આગેવાનો ત્યા પંપીગ સ્ટેશન બનાવવા માંગતા નથી. પાંચ કરોડના ખર્ચા બાદ લોકોના કનેક્શન માટે નાણા ન સ્વીકારીને બિલ્ડરને નગરપાલીકા મદદ કરવા માંગે છે. ત્યારે તાત્કાલીક ધોરણે તમામ લોકોના નાણા સ્વીકારીને ગટર કનેક્શન આપવામા તેવી કિરીટ પટેલે માંગ કરી છે.