આણંદ કલેકટર કચેરીમાં મહિલાઓએ માટલા ફોડી સુત્રોચ્ચાર કર્યા

આણંદ કલેકટર કચેરીમાં મહિલાઓએ હોબાળો કર્યો હતો. કલેકટર કચેરી પાસે મહિલાઓએ માટલા ફોડી સુત્રોચ્ચાર કર્યો હતો. કરમસદ પાલિકા દ્વારા પાણી સપ્લાય બંધ કરાતાં વિરોધ કરવામાં આવ્યો હતો.રાજકીય રાગદ્રેષ રાખી પાણી બંધ કરાયાનો આરોપ મુકાયો છે. મહિલાઓએ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતુ.