ઉત્તરાયણ નિમિત્તે અમદાવાદના આશ્રમ રોડ, જૂના વાડજમાં ત્રી દિવસીય પક્ષી સારવાર અને ઉપચાર કેમ્પ યોજાશે.
અમદાવાદ, સંજીવ રાજપૂત: ઉત્તરાયણ નિમિત્તે સ્વાભિમાન ગ્રુપ NGO. દ્વારા અમદાવાદના આશ્રમ રોડ, જૂના વાડજમાં પક્ષી સારવાર અને ઉપચાર માટે ત્રણ દિવસ કેમ્પ યોજાશે.
સ્વાભિમાન ગ્રુપ NGO પક્ષી ઉપચાર કેન્દ્ર વર્ષ ૨૦૧૪ માં શરૂ થયો હતો. આ ૨૦૨૪ કેમ્પનું ૧૦મું વર્ષ છે. આ દસ વર્ષમાં આશરે 1000 થી વધુ ગંભીર રૂપથી ઘવાયેલા પક્ષીઓ ના જીવ બચાવ્યા છે. સાથેજ 1500 થી વધુ પક્ષીઓની સારવાર કરી છે. ગંભીર પક્ષીઓને જીવદયા ફાઉન્ડેશનના હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવે છે.
સ્વાભિમાન ગ્રૂપ NGO સ્થાપક વિનોદભાઈ ચૌહાણ છે. ઓપરેશન હેડ વિવેક ભોજક, ઓપરેશન ડેપ્યુટી હેડ સંકેત મિસ્ત્રી, જગદીશ સોલંકી, જયેશ સોલંકી, નીલેશ ગલસર, પ્રવીણ વાઘેલા, નારણ ચૌહાણ, સુનીલ સુજનાની, પ્રકાશ ચૌહાણ, અરવિંદ દરજી, ડોકટર પ્રતાપ રાય, કમલ રાઠોડ, હરેશ સુમેરા, હેમાંગ શાહ, રાજન સોલંકી સાથે અન્ય 50 સ્વયંસેવકો મળી પક્ષી બચાવવાના ઉમદા કાર્યો ખડેપગે કરે છે. આ સેવાકાર્યમાં નીમા વિદ્યાલય સંકુલ, ભીમજીપૂરા ના આચાર્ય સહદેવસિંહ જી સોનાગરા, વિદ્યાર્થીઓ, ઓશો મનન નિયો સંન્યાસ કમ્યુન મહેસાણાના ટ્રસ્ટી નરેશ પટેલ, શિવ ડેકોરેટર્સ જૂના વાડજના મનીષ પરમાર નો સમ્પૂર્ણ સહયોગ રહે છે. આ વર્ષે પણ તારીખ ૧૪/૧૫/૧૬ જાન્યુઆરીના રોજ સુપથ કોમ્પલેક્ષની સામે, કેફે કોફીડે, આશ્રમ રોડ, જૂના વાડજ ખાતે પક્ષી સારવાર/ઉપચાર કેમ્પ યોજાશે જેના હેલ્પલાઇન નંબર ૮૩૦૬૭૪૩૦૬૧ છે.
સ્વાભિમાન ગ્રુપ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે સવારે 6થી7 અને સાંઝના 6થી7 પતંગ ના ચગાવો કેમ કે સવારે પક્ષીઓ ભોજન લેવા માટે જાય છે અને સાંઝના એમના ઘરે પાછા ફરે છે. જે નાગરિકો આટલું પણ કરે તો ઘણા પક્ષીઓનો જીવ બચી શકે છે.