મહારાષ્ટ્રમાં કોરોના નિયમોના ઉલ્લંઘન કરી ભેંસનો જન્મદિવસ ઉજવતા નોંધાયો કેસ

મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાની પોલીસે કોરોના સંબંધિત નિયમો લાગુ હોવા છતાં પોતાની ભેંસનો જન્મદ્વિસ ઉજવનાર એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. કિરણ મ્હાત્રે નામના વ્યક્તિએ ડોંબિવલીના રેતી બુંદેરમાં પોતાના ઘરે ભેંસનો જન્મદવિસ ઉજવ્યો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, ઠાણે સહિત રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારાની વચ્ચે ભેંસના જન્મદિવસના અવસર પર ભેગા થયેલ લોકોએ માસ્ક પહેર્યા ન હતા અને સોશિયલ ડિસ્ટન્સીંગનો પણ અભાવ હોવાથી કેસ નોંધાયો છે.