રાજપીપળા,તા. 13
રાજપીપળાના સંગીતકાર શિવરામ પરમારના ધર્મપત્ની અમી શિવરામને મુંબઈના ફાઉન્ડેશન પીપલ તરફથી ભારતના પ્રખ્યાત ટેરોટ રીડર 2021 નો એવોર્ડ આપવામાં આવ્યો છે.અમી શિવરામ છેલ્લા દસ વર્ષથી આ ફિલ્ડમાં પૂર્ણ પણે કાર્યરત છે.અને દુનિયાના ૧૪ થી વધારે દેશોમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે.આ સેવા દ્વારા તેઓ લોકોની અનેક સમસ્યાઓનું નિરાકરણ કરીને તેઓને એક ખુશહાલ જીવન તરફ વળી રહ્યા છે.
ટેરોટ રીડિંગ સાથે સાથે તેઓ વાસ્તુશાસ્ત્ર, ન્યુમોરોલોજી એટલે કે આંકડાશાસ્ત્ર હીલિંગ તથા કાઉન્સિલિંગ ની પણ સેવા ઓ આપી રહ્યા છે.ગત વર્ષે ભારતની એસ્ટ્રોવર્ડ સંસ્થા તરફથી ભારતના ઉચ્ચ અને પ્રખ્યાત ૧૦ ટેરોટ રીડરમાં તેમને ત્રીજા નંબરે સ્થાન આપવામાં આવ્યું હતું. આ એવોર્ડ એનાયત થતાં રાજપીપળા વાસીઓએ અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા