એચ.એ. કોલેજમાં મોટીવેશનલ સ્પીચ યોજવામાં આવી.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનાં એન.એસ.એસ. વિભાગ તથા એન.સી.સી. યુનીટ ધ્વારા “જીવન જીવવાની કળા” વિષય ઉપર મોટીવેશનલ સ્પીચ રાખવામાં આવી હતી. અમદાવાદના જાણીતા સ્પીકર સુરેશદાન ગઢવીએ જીવનમાં હકારાત્મક અભિગમ સાથે કેવી રીતે જીવવુ તેની પ્રેરણાદાયક વાત કરી હતી. જીવન છે તો સંઘર્ષ છેજ પણ દરેક પરિસ્થિતિનો સામનો કરીને તેમાંથી શ્રેષ્ઠ ઉકેલ કેવી રીતે લાવવો તેની આવડત હોવી જોઈએ આજના સ્પર્ધાત્મક યુગમાં જલદીથી હતાશ થઇ જાય છે જેનાથી તેમનામાં નકારાત્મક વિચારો હાવી થઇ જાય છે અને પરિસ્થિતિમાં કોઈક ખોટુ પગલુ લઇ બેસે છે જેનાથી આજીવન નુકસાન થાય છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે સફળતા કોઈનો ઈજારો નથી પરંતુ યુવાનો પોતાની ક્ષમતા મુજબનું લક્ષ્ય નક્કી કરી પરૂષાર્થથી સફળતાના સોપાન સર કરી શકે છે. જે મહાનુભાવોએ શૂન્યમાંથી સર્જન કર્યું હોય તેમના જીવનમાંથી બોધપાઠ લઈને પ્રેરણા લેવી જોઈએ. આ કાર્યક્રમનું સંચાલન પ્રા.ચેતન મેવાડાએ કર્યું હતું.