શિવરાત્રિ પર્વે કરનાળી સ્થિતકુબેર ભંડારી મંદિરેકુબેર દાદાની સુંદર આબેહૂબ રંગોળી બનાવી

કુબેર ભંડારીનો ફુલ નો શણગાર પણ કરતા લોક આકર્ષણ

રાજપીપળા,તા 11

આજરોજ મહા શિવરાત્રિ પર્વે કરનાળી સ્થિતકુબેર ભંડારી ખાતે મોટી સંખ્યા મા શિવ ભક્તો કુબેર દાદા ના દર્શને ઉમટ્યા હતા. જેમા આજે શિવરાત્રિના પાવન પર્વેકુબેર ભક્ત દિલીપભાઈ મોરીએ શિવરાત્રી નિમિત્તે કુબેર દાદાની સુંદર આબેહૂબ રંગોળીકરી હતી.તથા કુબેર ભંડારી નો ફુલ નો શણગાર પણ તૈયાર.કર્યો હતો. જે લોક આકર્ષણ નું કેન્દ્ર બન્યુ હતું. ભક્તોએ દાદા ના દર્શન સાથે રંગોળી મા પણ દાદા ના દર્શન કર્યા હતા.અને ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

તસવીર:, જ્યોતિ જગતાપ,રાજપીપળા