*ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા બાલવીર દિવસ અન્વયે કાર્યક્રમ યોજાયો.*

*ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા બાલવીર દિવસ અન્વયે કાર્યક્રમ યોજાયો.*

જામનગર, સંજીવ રાજપૂત, ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મના દસમા ગુરુ હતા. તેઓ ધાર્મિક અને સામાજિક ચેતના ફેલાવવા માટે, એક મહાન યોદ્ધા અને કવિ તરીકે, ભકિત અને શકિતનો સુમેળ સાધી પ્રજામાં સ્વાભિમાન અને સ્વધર્મ સન્માન માટે મરી ફીટવાની ભાવના જગાડનાર તરીકે જાણીતા છે. ભારતના પૂર્વાચલમાં ગંગાતટે સ્થિત ઐતિહાસિક નગર પાટલીપુત્ર-પટનામાં માતા ગુજરીજી અને પિતા ગુરુ તેગબહાદુરજીને ત્યાં જન્મધારણ કર્યો અને દક્ષિણમાં નંદગિરિ-નાંદેડમાં દેહલીલા સંકેલી. ઉત્તરમાં હિમાલયની શ્રુંખલાઓમાં આવેલ હેમકુટથી લઈ દક્ષિણમાં ગોદાવરીના તટ સુધી તેમની જીવનયાત્રાના પ્રસંગો વણાયેલા છે. તેમની જીવનયાત્રા વાસ્તવમાં ભારતની વિવિધતામાં સમાયેલી ભાવનાત્મક એકતા, સાંસ્કૃતિક ચેતના અને રાષ્ટ્રીયતાનું પ્રતીક છે.

વિક્રમ સંવત ૧૭૨૩ પોષ સુદ સાતમ (નાનકશાહી કેલેન્ડર અનુસાર ૫મી જાન્યુઆરી)ના દિવસે તેમનું અવતાર પર્વ (જન્મ દિવસ) મનાવવામાં આવે છે. તેમનો જન્મ થયો ત્યારે લુધિયાણાના મુસલમાન પીર ભીખનશાહે પશ્ચિમને બદલે પૂર્વ તરફ (પટણા તરફ) મુખ રાખી સિજદા કરી અને આ અવતારી બાળકનાં દર્શન કરવા નીકળી પડયા. તે પટણા પહોંચ્યા ત્યારે ગોવિંદરાય માત્ર તેર દિવસના હતા. ભીખનશાહે તેમની પાસે માટીના બે કુંજા રાખ્યા. જે બે કોમના પ્રતીક હતા. બાળક ગોવિંદરાયે બંને કુંજા પર પોતાના નાના નાના સુંદર હાથ મૂકયા. ભીખનશાહે સૌને વધામણી આપી આ તો સૌના ગુરુ આવ્યા છે. આમ, ગોવિંદરાયે જન્મથી જ ધાર્મિક રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો. માત્ર નવ વર્ષના હતા ત્યારે કાશ્મીરી પંડિતોનાં સમગ્ર દેશની પ્રજાના ધર્મના રક્ષણ માટે પિતાને બલિદાન આપવા પ્રેરણા આપી. જયારે તેમને ખાતરી થઈ કે માત્ર ભકિત કે બલિદાન દ્વારા ધર્મનું રક્ષણ નહીં થઈ શકે ત્યારે ભકિત સાથે શકિતનો સુમેળ સાઘ્યો અને એક એવી પ્રજા તૈયાર કરવાની શરૂઆત કરી જે અન્યાય અને અત્યાચારનો સામનો પૂરી શૂરવીરતાથી કરે. ધર્મ, દેશ માટે મરી ફીટવા તૈયાર રહે અને સિપાહીની સાથે સંતના ગુણો પણ ધરાવતી હોય. દેશની ભીરુ પ્રજાને શૂરવીરતાના પાઠ ભણાવવા તેમણે એલાન કર્યું.

તેમને વીરરસ જગાવનારી રચના કરવા પ્રેરણા આપતા. પોતે પણ મહાન કવિ હતા. તેમણે પંજાબી, ફારસી, અવધિ, વ્રજ જેવી ભાષાઓની રચના કરી. તેમની રચનાઓમાં જાપસાહેબ, અકાલઉસ્તતિ ચંડી દી વાર, ચોબીસ અવતાર, વિચિત્ર નાટક, શસ્ત્ર નામ માલા જેવી અનેક રચનાઓ છે. દસમ ગ્રંથ ગુરુજી દ્વારા રચિત મહાન ગ્રંથ છે. તેમની રચનાઓમાં ઈશ્વરની સ્તુતિ છે. માનવકલ્યાણ માનવમાત્રની એકતાનો સંદેશ છે. ધર્મ માટે મરી ફીટવાની ભાવના જગાડતી શૂરવીરતાનો ડંકો છે. સાથે સંસારમાં રહીને જળકમળવત્ સાદું જીવન જીવવાની પ્રેરણા પણ છે.

તેમણે ઈશ્વર પાસેથી શકિત અને વીરતા માગવાનું કહ્યું છે. યુદ્ધ કરવું પણ ધર્મરક્ષા અને દીન-દુ:ખીઓના રક્ષણ માટે અને એવા યુદ્ધમાં જીત મેળવવી અને યુદ્ધમાં ખપી જવું તેને પોતાનું અહોભાગ્યા માન્યું છે. ગુરુજીએ જીવનમાં અનેક ધર્મયુદ્ધ કર્યા અને મોટાભાગે વિજય પણ મેળવ્યો.

ધર્મ, દેશ અને સંસ્કૃતિના રક્ષણ માટે તેમણે સંતસિપાહી એવી ખાલસા (શુદ્ધ-પવિત્ર) કોમની રચના કરી. જેમને પાંચ ‘ક’ થી શરૂ થતી નિશાની ધારણ કરાવી. કેશ, કડું, કિરપાણ, કાંસકો અને કરછ. કેશ-સંત ઋષિમુનિની નિશાની જયારે કિરપાણ સિપાહીની નિશાની. આ તલવાર નહીં પણ કિરપાણ છે. જેનો ઉપયોગ કોઈની આન બચાવવા કે કોઈ પર કòપા કરવા રક્ષણ કરવા માટે કરવાનો છે. તેમણે જે પાંચ પ્યારા સ્થાપ્યા તે પણ દેશના જુદા જુદા ભાગમાંથી જુદી જુદી જાતિના હતા. તેમને અમૃતપાન કરાવ્યા પછી સૌનાં નામ પાછળ સિંઘ (સિંહ) શબ્દ લગાડીને તેમના ભેદભાવ મિટાવી દીધા અને તેમને સિંહ જેવા વીર બનાવ્યા.

દેશ, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કાજે નવ વર્ષની ઉંમરમાં પિતાનું બલિદાન આપ્યું અને ૩૮ વર્ષની ઉંમરમાં ચારે પુત્રોનું બલિદાન આપ્યું. તેથી જ સર્વવંશ દાની કહેવાયા. પુત્રોની શહાદતના સમાચારથી વિચલિત ન થયા.

તે સમયે દેશ જાતજાતના હિંદુ-મુસ્લિમના વાડાઓમાં વહેંચાયેલો હતો ત્યારે તેમણે માનવમાત્રની એકતાનો ઉપદેશ આપ્યો. સમયને ઓળખીને તેમણે દેહધારી ગુરુઓની પ્રથા બંધ કરી અને ગુરુ ગ્રંથસાહેબને ગુરુપદે સ્થાપ્યા. આમ કરીને તેમણે કોઈ વ્યકિત વિશેષ નહીં પણ જ્ઞાન અને ભકિતનું મહત્ત્વ સ્થાપિત કર્યું. સંવત ૧૭૬૫માં કારતક સુદ પાંચમને દિવસે અવિચલનગર હજુરસાહેબમાં તેમણે દેહલીલા સંકેલી લીધી.

શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગોવિંદ સિંહજીએ વર્ષ 1699માં બૈસાખીના દિવસે ખાલસા પંથની સ્થાપના કરી હતી. તેમના ચાર પુત્રો અજીત સિંહ, જુઝાર સિંહ, જોરાવર સિંહ અને ફતેહ સિંહ પણ ખાલસાનો ભાગ હતા. તે સમયે પંજાબ મુઘલોના શાસન હેઠળ હતું. વર્ષ 1705 માં, મુઘલોએ ગુરુ ગોવિંદ સિંહ જીને પકડવાનો પૂરો પ્રયાસ કર્યો, જેના કારણે તેમને તેમના પરિવારથી અલગ થવું પડ્યું. તેથી, ગુરુ ગોવિંદ સિંહની પત્ની માતા ગુજરી દેવી અને તેમના બે નાના પુત્રો જોરાવર સિંહ અને ફતેહ સિંહ તેમના રસોઈયા ગંગુ સાથે ગુપ્ત જગ્યાએ છુપાઈ ગયા.પરંતુ લોભે ગંગુને આંધળો કરી દીધો અને તેણે માતા ગુજરી અને તેના પુત્રોને મુઘલો સાથે દગો કર્યો. મુઘલોએ તેમને ખૂબ ત્રાસ આપ્યો અને તેમના ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનું શરૂ કર્યું, પરંતુ તેઓએ તેમ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. મુઘલોએ તેમને ખૂબ ત્રાસ આપ્યો અને તેમના ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનું શરૂ કર્યું, પરંતુ તેઓએ તેમ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. આ સમય સુધીમાં ગુરુ ગોવિંદ સિંહના બે મોટા પુત્રો મુઘલો સામેની લડાઈમાં શહીદ થઈ ગયા હતા.મુઘલોએ તેમને ખૂબ ત્રાસ આપ્યો અને તેમના ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનું શરૂ કર્યું, પરંતુ તેઓએ તેમ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. આ સમય સુધીમાં ગુરુ ગોવિંદ સિંહના બે મોટા પુત્રો મુઘલો સામેની લડાઈમાં શહીદ થઈ ગયા હતા. અંતે, 26 ડિસેમ્બરના રોજ મુઘલોએ બાબા જોરાવર સાહેબ અને બાબા ફતેહ સાહેબને જીવતા મારી નાખ્યા. તેમની શહાદતના સમાચાર સાંભળીને માતા ગુજરીએ પણ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી.ગુરુ ગોવિંદ સિંહ જીના પુત્રોના આ બલિદાનને યાદ કરવા માટે, વર્ષ 2022 માં, ભારત સરકારે દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. આ દિવસે દેશની શાળાઓ, કોલેજો અને ગુરુદ્વારાઓમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે વાલ વીર ની બલિદાન ગાથા દર્શાવતી પ્રદર્શની નું આયોજન કરવામાં આવેલ.

શીખ સમુદાયના ૧૦માં ગુરુ ગુરુ ગોવિંદસિંગજી ના પુત્રોની શહાદત ને બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ તબબકે, ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા તેમના પુત્રો ની શહાદત ની વિગ ગાથા અંતર્ગત વ્યાખ્યાન નો કાર્યક્રમ રાખવામાં આવેલ. જે કાર્યક્રમના પ્રાસ્તાવિક બાબત શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા દારા રજુ કરવામાં આવેલ, તો સમગ્ર ઘટના વિશેષ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ દ્વારા આપવામાં આવેલ. તેઓ એ ઉપરોક્ત ઘટના અને ઘટના અન્વયે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દારા એ શહાદત દિવસ ૨૬-ડિસેમ્બર ને વીર બાલ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ, તેવું જણાવેલ. કાર્યક્રમનું સફળ સંચાલન ભાજપ શહેર મહામંત્રી અને કાર્યક્રમ ના ઇન્ચાર્જ વિજયસિંહ જેઠવા દ્વારા કરવામાં આવેલ.

આ કાર્યક્રમ માં ભાજપ શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, ધારાસભ્ય રીવાબા જાડેજા, ગુજરાત પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ, મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા – મેરામણભાઈ ભાટુ, મેયર વિનોદ ખીમસુરિયાં, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, સાશકપક્ષ નેતા આશિષભાઇ જોશી, શિક્ષણ સમિતિના ચેરમેન પરષોત્તમ કકનાણી, પોરબંદર ના પૂર્વ પ્રમુખ વિજયભાઈ થાનકી, સહીત કોર્પોરેટરો, મોરચાના પદાધિકારીઓ, વોર્ડ પ્રમુખો, વોર્ડ સમિતિ ના સભ્યો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *