મુખ્ય સમાચાર.

*વધુ એક વીડિયો: સુરતમાં ચાલુ બાઈક પર યુવક-યુવતીએ કર્યો રોમાન્સ*
સુરતમા જોખમી રીતે બાઈક રાઈડ કરીને સ્ટન્ટ કરતા યુવકોના વીડિયો થોડા દિવસોથી વાઈરલ થઈ રહ્યા છે. જીલાની બ્રિજ પર સ્ટન્ટ કરતા યુવકના વીડિયો બાદ બારડોલીથી સ્ટન્ટ કરવા સુરત આવતી યુવતીનો વીડિયો સામે આવ્યો હતો જેના પર પોલીસે કાર્યવાહી પણ કરી હતી. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે કથિત રીતે પાલ વિસ્તારનો કહેવાતા આ વીડિયોમાં યુવક યુવતી ફિલ્મી સ્ટાઈલમાં સ્ટન્ટ કરતા નજરે ચડે છે પાછળ બેઠેલી યુવતી ચાલુ બાઈકે આગળ આવીને યુવક સાથે રોમાન્સ કરતી હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે
**********
*સિંધી સમાજ સાથે પંગો લેનાર પીએસઆઈ એમ.જી.ઢોઢિયા આઈ.કે. મોથલિયાની બદલી*
કુબેરનગરમાં માસ્ક મુદ્દે હેરાનગતીને લઈને કાર્યવાહી કરાઇ છે. સિંધી સમાજના વિરોધ બાદ બે પીએસઆઈની બદલી કરાઇ છે. કુબેરનગરમાં માસ્ક મુદ્દે હેરાનગતીને લઈને કાર્યવાહી કરાઇ છે. સિંધી સમાજના વિરોધ બાદ બે પીએસઆઈની બદલી કરાઇ છે. સરદારનગરના પીએસઆઈ એમ.જી.ઢોઢિયા, આઈ.કે.મોથલિયાની બદલી થઇ છે. વેપારીઓએ માસ્કના મુદ્દે પોલીસ હેરાન કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો પોલીસ પર મારપીટ કરવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો. આ મામલે કુબેરનગરના વેપારીઓએ બંધ પાળીને વિરોધ દર્શાવ્યો હતો.
********
*સિક્યુરિટી ગાર્ડ સાથે દાદાગીરી કરનાર 5 પોલીસકર્મીઓ સસ્પેન્ડ*
જંગલ સફારી પાર્ક ખાતે સિક્યુરિટી ગાર્ડ પોતાની ફરજ બજાવી રહ્યો હતો. જે દરમિયાન 5 જેટલા ટ્રાફિક પોલિસકર્મીઓએ એન્ટ્રી પાસ વગર જંગલ સફારી પાર્કમાં જવાનો પ્રયાસ કર્યો હતો *સસ્પેન્ડ પોલીસકર્મીઓના નામ*
શૈલેષ મનસુખ, હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર ખાનસિંગ, કોન્સ્ટેબલ મનોજ ધનજીભાઈ, કોન્સ્ટેબલ કૃષ્ણલાલ મહેશભાઈ, કોન્સ્ટેબલ અનિલ મહેશભાઈ, કોન્સ્ટેબલ
******
*સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2021-22નું બજેટ કરાયું રજુ*
મહાનગરપાલિકાનું વર્ષ 2021-22નું 6,134 કરોડનું બજેટ રજૂ કરાયું. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ કોર્પોરેશનમાં બજેટ રજૂ કર્યું હતું. જેમાં વિકાસ કાર્યો માટે 3 હજાર 9 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કોરોના મહામારી બાદ આ પહેલું બજેટ હોવાથી તેની અસર બજેટ પર જોવા મળી છે. નવા કોઈ પ્રોજેક્ટ હાથ ન ધરીને જૂના પ્રોજેક્ટ અને જોગવાઈઓને પૂર્ણ કરવા પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. સામાન્ય વેરો, વાહન વેરો અને યુઝર ચાર્જીસ યથાવત્ રાખવામાં આવ્યા છે. આ વર્ષે નવા સીમાંકન બાદ નવા વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ માટે 140.21 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
******
*ભાજપના નેતા કિશોરભાઇ સામાણીને ચેક રીર્ટનના કેસમાં સજા અને દંડ*
ભાજપના નેતા અને પાલિકાના પૂર્વ ઉપપ્રમુખને ચેક રીટર્નના બે જુદા-જુદા કેસોમાં કોર્ટે એક-એક વર્ષની સાદી કેદની સજા તથા ચાર લાખ રૂપીયાનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આમ, તકસીરવાન ઠરેલા ભાજપના આગેવાનને બંન્નેર કેસની કુલ બે વર્ષની સાદી કેદની સજા તથા ચાર લાખનો દંડ અને ઉછીના લીઘેલ ચાર લાખ પરત આપવાનો હુકમ કરેલ હોવાનું જાણવા મળેલ છે.
*********
*ભાજપ યુવા પ્રમુખ અને પુજારી બાખડ્યા*
રાજકોટના તમામ શિવાલયોમાં વહેલી સવારથી જ ભાવિકો દર્શન અને પુજા માટે ઉમટી રહ્યાં છે. ત્યારે રામનાથપરા મંદિરમાં પ્રમુખ કરણ લાવડીયા અને પુજારી વચ્ચે પુજા અંગે માથાકૂટ થઇ હતી. આ માથાકૂટના LIVE દ્રશ્યો કોઇએ મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કર્યો છે. પ્રમુખે જીન્સ પહેર્યુ હોય અને પુજા ન કરવા દેતા માથાકૂટ થયાની ચર્ચા થઇ રહી છે.
*********
*ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક*
ગાંધીનગરમાં જિલ્લા, તાલુકા પંચાયત અને નગર પાલિકાના પ્રમુખોની વરણી માટે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને ચાર દિવસ સુધી મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક.સર્વાનુમતે જિલ્લા, તાલુકા પંચાયત અને નગર પાલિકા ના પ્રમુખોની વરણી થશે.
********
*ડીસામાં વિદેશી દારૂ વેચતી મહિલાનો વિડીયો વાયરલ*
ગુજરાતમાં દારૂ-બંધીનો કાયદો જાણે માત્ર કાગળ પર જ હોય તેના પુરાવાઓ સમયાંતરે મીડિયામાં મળતા જ રહેતા હોય છે. દારૂ બંધીના કાયદાના લીરે-લીરા ઉડાડતો આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગાંધીચોકમાં વિદેશી દારૂના વેચાણનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં મહિલા બુટલેગર ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ કરી રહી છે.
***********
*બ્રહ્માકુમારીના પ્રમુખ 95 વર્ષીય દાદી હ્યદયમોહિનીનું નિધન*
બ્રહ્માકુમારીના પ્રમુખ 95 વર્ષીય દાદી હ્યદયમોહિનીનું મુંબઈમાં નિધન થયું છે. મુંબઈની સૈફી હોસ્પિટલમાં સવારે 10.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. એર એમ્બ્યુલન્સથી પાર્થિવદેહને શાંતિવન મુખ્યાલય લવાશે. દાદીજીનો પાર્થિવ દેહ આજે અંતિમ દર્શન માટે રખાશે.13 માર્ચે માઉન્ટ આબૂના જ્ઞાન સરોવર એકેડમીમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે. એક વર્ષ પહેલા દીદી જાનકીના નિધન બાદ પ્રમુખ તરીકે તેમની વરણી કરાઇ હતી.
********
*મહાદેવની વિશાળ પ્રતિમાને સોનાથી મઢાશે*
સૂરસાગર તળાવ વચ્ચે બિરાજમાન સર્વેશ્વર મહાદેવની વિશાળ પ્રતિમા સોનાથી મઢાશે. સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની વિશાળ મૂર્તિને સોનાનો વરખ ચડાવવામાં આવશે. આ શુભ કાર્યમાં 16 કિલો સોનાનો ઉપયોગ થશે. 8 કરોડ રૂપિયાના સોનાના વરખના 4 બાય 6ના 2.40 લાખ ટુકડા તૈયાર કરવામાં આવશે. મૂળ ઓડિશાના કારીગરોની ટીમ દ્વારા 2022ની મહાશિવરાત્રી સુધીમાં સર્વેશ્વર મહાદેવજીને સોનાથી મઢવાનું કાર્ય પૂર્ણ થશે.
******
*હીરાબાએ લીધી કોરોનાની રસી*
પીએમ મોદીના માતા હીરાબા કોરોનાની પ્રથમ રસી લીધી છે. આ અંગેની માહિતી પીએમ મોદીએ ટ્વિટ કરીને શેર કરી હતી.પીએમ મોદી 12 માર્ચના રોજ દાંડી યાત્રાને 91 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતે આવવાના છે. જે પૂર્વે તેમની માતાને કોરોનાની રસી આપવામાં આવી છે.
****
*સુરતમાં એક જ દિવસમાં 14 લાખથી વધુ લિટર દૂધની લોકોએ ખરીદી કરી*
સુમુલ ડેરી દ્વારા એક જ દિવસમાં સૌથી વધુ દૂધ વેચવાનો રોક્રડ
સુરતમાં રંગેચંગે થાય છે.આ વખતે કોરોના ગાઈડ લાઈન સાથે મંદિરોમાં ઉજવણી થઈ છે. જો કે, શિવરાત્રિનો તહેવાર સુમુલ ડેરીને ફળ્યો છે. ડેરી દ્વારા શિવરાત્રિના દિવસે 14 લાખ લિટર દૂધનું વેચાણ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે 11 લાખ લિટર જેટલું દૂધનું વેચાણ થતું હોય છે. પરંતુ શિવરાત્રિના દિવસે શિવાલયોમાં અભિષેક અને ઉપવાસમાં દૂધની માગ વધુ રહેતી હોવાથી સામાન્ય દિવસો કરતાં 3 લાખ લિટર દૂધનું વેચાણ વધુ થયું છે. સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે કહ્યું કે, ડેરી દ્વારા થયેલા રેકોર્ડ બ્રેક વેચાણનો સીધો ફાયદો પશુપાલકોને થશે
*****
*ગાંધીનગરના હાર્દસમા ચ-5 સર્કલ પાસે બનનાર સેલ્ફી પોઈન્ટ અકસ્માતોની વણઝાર નોતરશે*
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ચુંટણી જાહેર થવાની છે, જેથી ઘણાખરાં વિકાસલક્ષી પ્રોજેક્ટોને આચારસંહિતાનું ગ્રહણ લાગી જશે. જે પૈકીના ગાંધીનગર મેયરનાં ડ્રીમ પ્રોજેક્ટ સેલ્ફી પોઈન્ટનાં પ્રોજેક્ટને સ્થાયી સમિતિએ બ્રેક મારી દીધી હોવા છતાં વર્ક ઓર્ડર વિના જ કામગીરી શરૂ દેવાતા વિવાદ સર્જાયો છે.
******
*સોમનાથ મંદિરને એવોર્ડ કરાયો એનાયત*
શિવરાત્રીના પર્વ પર અમેરિકા સ્થિત એવોર્ડ સંસ્થા વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરને ઇમ્પેક્ટફૂલ લોકેશનનો એવોર્ડ અર્પિત કરાયો છે. સોમનાથ ટ્રસ્ટના 45 વર્ષથી કાર્યરત ટ્રસ્ટી જે.ડી.પરમારને પ્રેરણાદાયી વ્યક્તિત્વ માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેના માટે સોમનાથ ખાતે રામ મંદિર ઓડિટોરિયમમાં એવોર્ડ ફેલીકેશન સેરેમની યોજાઈ હતી.
*********
*સિનિયર સિટીઝન સાથે ગેરવર્તણૂંક કરશો તો થશે 3 મહીનાની કેદ*
રાજ્યમાં સિનીયર સિટીઝન સાથેનો કોઇ પણ પ્રકારનો અમાનવીય વ્યવહાર હવે ચલાવી નહીં લેવાય. સામાન્ય રીતે આપણે એવું અનેક જગ્યાએ જોતા હોઇએ છીએ કે, કેટલાંક દીકરાઓ પોતાના માતા-પિતાને તરછોડી મૂકતા હોય છે એટલે કે ઘરમાંથી કાઢી મૂકતા હોય છે, બાદમાં તેઓને ઘરડા ઘરમાં મૂકી આવતા હોય છે ત્યારે દીકરા કે વહુ અથવા તો કોઇ પણ સંબંધીની આવી વર્તણૂંક સામે હવે કાયદેસરના પગલાં લેવામાં આવશે. રાજ્યના ડીજીપીની સૂચના અનુસાર જો હવે કોઇ વરિષ્ઠ નાગરિકોને તેમના સંબંધી ઈરાદાપૂર્વક તરછોડશે તો તેમની સામે ગુનો દાખલ કરવામાં આવશે. જેમાં 3 માસની કેદ અથવા રૂ. 500 દંડ અથવા તો દંડ તેમજ સજા પણ કરાશે.
******
*નીતિનભાઇ, આગળ વધો, નહીતર રાજ્યપાલ નક્કી જ છો*
ગૃહમાં માંગણીઓ પરની ચર્ચા ચાલી રહી હતી તે વખતે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વારંવાર વિપક્ષના ધારાસભ્યો તરફ જોઇને હળવી કોમેન્ટ કરતાં રહ્યા હતા તે વખતે જ વિપક્ષી ધારાસભ્યેએ હળવી કોમેન્ટ કરી કે,નીતિનભાઇ,થોડાક આગળ વધો, ત્યાં જ પ્રેક્ષક ગેલેરીમાંથી પાટીદાર ધારાસભ્યએ સુણાવ્યું કે, નીતિનભાઇ, આગળ નહી વધો તો તમે હવે રાજ્યપાલ જ નક્કી જ છો.
*********
*ચોંકતા નહીં: સ્કૂલોમાં બાળકોને ભણાવાશે પ્રેમનાં પાઠ*
ચીનમાં કંઈપણ થઈ શકે છે. હવે ચાઇનીઝ સ્કૂલોમાં રોમાંસના પાઠ ભણાવાશે અને વિદ્યાર્થીઓને વહેલા લગ્ન કરવાના ફાયદાઓ શિખવાડાશે. દર વર્ષે આ દેશમાં એક મોટી સંખ્યામાં લોકો ‘two sessions’ નામના એક સંમેલનમાં એક અઠવાડિયા સુધી મળે છે. આ પ્રતિનિધિ મંડળ ચીનના સાંસ્કૃતિક મૂલ્યો, સામાજિક મૂલ્યો અને દેશની સેલિબ્રીટી પર પણ ચર્ચા કરે છે અને સામાજિક નીતિમાં પરિવર્તન માટે તેમના સૂચનો આગળ ધરે છે.ઘણીવાર આ પરિષદમાં ઉભા થયેલા મુદ્દાઓ ચર્ચાનો વિષય બને છે
********
*નાગપુરમાં 15મી થી સંપૂર્ણ લોકડાઉન*
મહારાષ્ટ્રમાં ઘાતક કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે આ વચ્ચે સૌથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં અઘાડી સરકાર દ્વારા નાગપુરમાં પૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. નિતિન રાઉતે એલાન કરતા જણાવ્યું કે શહેરમાં 15થી 21 માર્ચ એટલે કે 7 દિવસનું સંપૂર્ણ લોકડાઉન રહેશે, આ મામલે કોઈપણ વ્યક્તિ બહાર નિકળી નહી શકે માત્રને માત્ર જરૂરી સામાનોની દુકાનો ખુલ્લી રહેશે. પ્રાઈવેટ ઓફિસો સંપૂર્ણ બંધ રહેશે અને સરકારી ઓફિસોમાં પણ સ્ટાફ ઘટાડી દેવાશે.આ મામલે કોઈપણ વ્યક્તિ બહાર નિકળી નહી શકે માત્રને માત્ર જરૂરી સામાનોની દુકાનો ખુલ્લી રહેશે
*******
*સુપ્રીમ કોર્ટે ચૅક બાઉન્સ કેસના સંદર્ભે સમિતિ રચી*
નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે દેશભરમાંના ચૅક બાઉન્સના કેસના ઝડપી નિકાલ માટેના પગલા સૂચવવા અને સંબંધિત ભલામણને ધ્યાનમાં લેવા માટે મુંબઈ વડી અદાલતના એક ભૂતપૂર્વ ન્યાયાધીશ આર.સી.ચવ્હાણની અધ્યક્ષતામાં એક સમિતિ રચી હતી અને તેને ત્રણ મહિનામાં પોતાનો અહેવાલ સુપરત કરવાનો આદેશ આપ્યો હતો.સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ દેશના મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેના નેતૃત્વ હેઠળની પાંચ ન્યાયાધીશની બનેલી બૅન્ચને જણાવ્યું હતું કે સરકારે ચૅક બાઉન્સના કેસ હાથ ધરવા માટે વધારાની અદાલતો શરૂ કરવાના સૂચનનો ‘સૈદ્ધાંતિક સ્વીકાર’ કર્યો છે.અગાઉ, સર્વોચ્ચ અદાલતે દેશમાં ચૅક બાઉન્સના નિકાલ થયા વિના પડેલા ૩૫ લાખથી વધુ કેસ અંગે ગયા અઠવાડિયે ચિંતા વ્યક્ત કરી હતી અને કેન્દ્રને આવા કેસના નિકાલ માટે વધારાની અદાલતો શરૂ કરવા કાયદો ઘડવા સૂચન કર્યું હતું.તેણે જણાવ્યું હતું કે નિગૉશિયેબલ ઇન્સ્ટ્રુમૅન્ટ્સ ઍક્ટની જોગવાઇ મુજબ બાઉન્સ થયેલા ચૅકના કેસ હાથ ધરવા માટે વધારાની અદાલતો શરૂ કરવા કેન્દ્રને બંધારણની કલમ ૨૪૭ હેઠળ અધિકાર મળ્યો છે.
********
*૨૬ માર્ચે ‘ભારત બંધ’ની ખેડૂત સંગઠનોની હાકલ*
નવી દિલ્હી: નવા કૃષિ કાયદાને રદ કરવાની માગણી સાથે દિલ્હી સરહદે કરવામાં આવી રહેલા આંદોલનના ચાર મહિનાની પૂર્તિ નિમિત્તે એટલે કે ૨૬ માર્ચે ‘ભારત બંધ’ની ખેડૂત સંગઠનોએ હાકલ કરી હતી. ખેડૂત નેતા બૂટાસિંહ બર્જગિલે કહ્યું હતું કે ૧૫મી માર્ચે ખેડૂતો વેપારી યુનિયનો સાથે મળીને ઈંધણના ભાવવધારા અને રેલવેના ખાનગીકરણના વિરોધમાં પ્રદર્શન કરશે.
********
*ગુજરાતમાં નોકરી માટેની ઉત્તમ તક જીપીએસસી દ્વારા લેવાશે પરીક્ષા*
ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) એ 1200 થી વધુ જગ્યાઓ ભરવા માટે એક જાહેરાત બહાર પાડી છે. ખુદ આયોગના અધ્યક્ષ દિનેશ દાસાએ આ અંગે ટ્વીટ કર્યું છે. સરકારે મેડિકલ, લો, એગ્રી એન્જિનિયરિંગ અને જનરલ વિષયોમાંથી સ્નાતક થનારા વિદ્યાર્થીઓ માટે વિવિધ જગ્યાઓ ભરવાનું નક્કી કર્યું છે. રાજ્ય કર નિરીક્ષકની 243 જગ્યાઓ ભરતી દ્વારા ભરવામાં આવશે. સ્નાતકો આ પોસ્ટ્સ માટે અરજી કરી શકશે. ડિસેમ્બરમાં આયોગ લેખિત અથવા કમ્પ્યુટર આધારિત પરીક્ષા લેશે.ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા 16 માર્ચથી અરજી શરૂ થશે. ઉમેદવારો 31 માર્ચ સુધીમાં તેમના અરજી ફોર્મ સબમિટ કરી શકે છે.
********
*મહાશિવરાત્રી: બમ-બમ ભોલેની ગૂંજ, લોકોએ લગાવી કુંભમાં ડૂબકી*
સમગ્ર દેશમાં 2021ના મહાશિવરાત્રી પર્વની ધૂમ મચેલી છે. કાશીથી લઈને હરિદ્વાર સુધી અને ઉજ્જૈનથી લઈને ગોરખપુર સુધી ભક્તો ભગવાન શિવની આસ્થામાં ડૂબકી લગાવી રહ્યા છે. દેશમાં આજે ચારે બાજુ બમ-બમ ભોલેનો નાદ ગૂંજી રહ્યો છે. હરિદ્વારના હર કી પૌડી ઘાટથી લઈને વારાણસીના અસ્સી ઘાટ સુધી ભગવાન શિવના ભક્તો પવિત્ર સ્નાનનો લાભ લઈ રહ્યા છે. આજે કુંભના પહેલા શાહી સ્નાનનો પણ દિવસ છે.22 લાખ ભક્તોની ડૂબકીહરિદ્વારના હર કી પૌડી ઘાટ પર સવારના સમયે 22 લાખ ભક્તોએ ડૂબકી લગાવી છે.
*******
*આજે પીએમના આગમનની તૈયારીઓ પૂર્ણ પોલીસ કાફલો તૈનાત*
આજે વડાપ્રધાનના આગમનના પગલે પોલીસ વિભાગ બંદોબસ્ત માટે સજ્જ થઇ ચૂક્યુ છે. પીએમના આગમન પહેલા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી ગ્રાન્ડ રિહર્સલ યોજાઇ રહ્યુ છે. એરપોર્ટ ગુજસેલથી લઈને સાબરમતી ગાંધી આશ્રમ સુધી પોલીસ રિહર્સલનુ આયોજન કરાયુ છે.એરપોર્ટથી ડફનાળા સુધીના રુટની જવાબદારી ઝોન-4 ડીસીપી રાજેશ ગઢીયાને સોંપાઈએરપોર્ટથી ડફનાળા સુધીના રુટની જવાબદારી ઝોન-4 ડીસીપી રાજેશ ગઢીયાને સોંપાઈ જ્યારે કે ડફનાળાથી સાબરમતી આશ્રમ સુધીની જવાબદારી ડીસીપી ઝોન-2 વિજય પટેલને સોંપાઈ છે. સમગ્ર રૂટ પર 06 કરતા વધુ ડીસીપી, 04 કરતા વધુ એસીપી અને 500 કરતા વધુ પોલીસ કર્મીઓની તૈનાતી કરાઇ છે.
********
*છોકરીએ છોકરાને કરી એવી કિસ કે છોકરો થઈ ગયો ગૂંગો*
છોકરા અને છોકરી વચ્ચે કિસ કરવી એ સામાન્ય વાત છે. પરંતુ એક પ્રેમી-કપલ વચ્ચે એવી રીતે કિસ થઈ કે વિશ્વભરમાં આ કિસ નો કિસ્સો ચર્ચાઈ રહ્યો છે. શું તમે એવું ક્યારે સાંભળ્યું છે કે કિસ કર્યા બાદ છોકરો ગૂંગો થઈ ગયો. હાં આ વાત સાંભળીને જરુર આશ્ચર્યમાં મૂકાય જશો. છોકરીએ છોકરાને એવી રીતે કિસ કરી કે તે હવે ક્યારે પણ બોલી નહીં શકે. આ કિસ્સો દુનિયાભમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
*******
*છોકરીએ છોકરાને કરી એવી કિસ*
છોકરીએ કિસ કરતી વખતે છોકરાની જીભ જોરથી પકડી લીધી. જીભ ફક્ત પકડી જ નહીં પરંતુ તેણે ઘણી જોરથી કિસ કરીને છોકરાની જીભ કપાઈ ગઈ અને છોકરાની જીભ છોકરીના મોંઢામાં આવી ગઈ.જીભનો ટુકડો રસ્તા પર પડી ગયો અને ત્યાર બાદ કોઈ પક્ષી આવીને તરત તે જીભના ટુકડાને લઈને ઉડી ગયો
*******
*નસબંધી કરાવ્યા ના દોઢ વર્ષ બાદ મહિલા થઈ ગર્ભવતી*
હવે સરકાર પાસે 11 લાખ રૂપિયાના નુકસાનના દાવાનો કેસ ઠોકી દીધો છે
મુજફ્ફરપુરમાં મેડિકલ સાયન્સ મુજબ મહિલા નસબંધી ગર્ભનિરોધકનો સ્થાયી ઉપાય છે. નસબંધી પછીથી ગર્ભવતી થવાની સહેજ પણ સંભાવના નથી રહેતી. પરંતુ મુજફ્ફરપુરમાં એક મહિલા નસબંધીના દોઢ વર્ષ પછી ગર્ભવતી થઈ ગઈ છે. હવે સરકાર પાસે 11 લાખ રૂપિયાના નુકસાનના દાવાનો કેસ ઠોકી દીધો છે.વંધ્યી કરણના દોઢ વર્ષ પછી ગર્ભવતી થવાની ચિંતામીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોતીપુર બ્લોકની સરકારી હોસ્પિટલમાં ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામના ભાગ રૂપે, ફુલકુમારી 27 જુલાઈ 2019 ના રોજ નસબંધી કરાવી હતી.
********
*માંગણીઓને લઇને ગુજરાતના રિક્ષાચાલકો હડતાળ પર ઉતરશે*
અમદાવાદ રેલ્વે સ્ટેશન ઓટો રિક્ષા ડ્રાઈવર્સ યુનિયન અને જાગૃત ઓટોરિક્ષા ડ્રાઈવસૅ યુનિયનના દ્રારા ૨૨/૦૩/૨૦૨૧ના રોજ સોમવારે ઓટોરિક્ષાની હળતાલ જાહેર કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય અને અમદાવાદ જીલ્લાની અંદર આશરે નવ લાખ અને અઢી લાખ જેટલી ઓટો રીક્ષાના પરમીટ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા યુવાનોને બેરોજગારીથી મુક્તિ અને પ્રજાને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન મળી રહે તે બાબતે ઓટોરિક્ષા યુનિયન દ્વારા તારીખ.૨૨/૦૩/૨૦૨૧ નારોજ સોમવારે અમદાવાદ શહેર ખાતે ઓટોરિક્ષા ચાલકની એક દિવસની પ્રતિક હડતાલ પર ઉતરશે
*******
*સુરતમાં આફ્રીકન સ્ટ્રેનનો પ્રથમ કેસ વધુ બે યૂકેના મળ્યા*
શહેરમાં આફ્રીકન સ્ટ્રેનએ પણ દસ્તક આપી દીધી છે. પહેલીવાર એક આફ્રીકન ને બે યૂકે સ્ટ્રેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યૂકે સ્ટ્રેનના જે દર્દી સામે આવ્યા છે, તેમાં એક મનપા એંજીનિયર છે જ્યારે બીજી તેમની જ પત્ની છે. બીજી તરફ આફ્રીકન સ્ટ્રેનથી પીડિત દર્દી હિરાના વેપારી છે. તે બિઝનેસને લઇને મોટાભાગે આફ્રીકન દેશોમાં અવર જવર કરે છે.ડોક્ટર આ બંને સ્ટ્રેનના વેરિએન્ટ ઓફ કં સન સ્ટ્રેન નામ આપી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના અનુસાર કામરેજ નિવાસી 41વર્ષીય યુવક 9 ફેબ્રુઆરીના બોટ્સવાના સાઉથ આફ્રીકાથી આવ્યા હતા.
*********
*રાજ્યભરમાં 750 યોગ ટ્રેનર તૈયાર કરાયા;મુખ્યમંત્રી*
રાજ્ય યોગ બોર્ડ દ્વારા અત્યારસુધીમાં 750 યોગ ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં 1 લાખ યોગ ટ્રેનર તૈયાર કરીને વધુને વધુ લોકોને યોગ વિશે જાગૃત કરવાનો કૃતસંક્લપ છે. અત્યાર સુધીમાં 5 હજારથી વધુ યોગ વર્ગ ચલાવીને મોટી સંખ્યામાં યોગસાધકોને યોગ સાથે જોડ્યા છે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આવી જ એક ત્રિ-દિવસીય યોગ શિબિરના સમાપન સમારંભમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, યોગ માનવશરીરના મન, બુધ્ધિ અને આત્માને આધ્યાત્મિક રીતે સહજ કરીને પરમાત્મા સાથે જોડે છે.આ આધ્યાત્મિક ધારણાને ચરિતાર્થ કરવા વડાપ્રધાન મોદીએ 21 જૂનના દિવસને સમગ્ર વિશ્વમાં “વિશ્વ યોગ દિવસ” તરીકે પ્રસ્થાપિત કરી ભારતને વિશ્વ ગૂરૂ બનવા તરફની રાહ ચિંધી છે.
*🙏🙏thaend🙏🙏*