*મંત્રી જયેશભાઇ રાદડિયાએ મામલતદારને યાર્ડમાં બોલાવાયા*

જામકંડોરણા-જયેશ રાદડિયાના મત વિસ્તાર જામકંડોરણામાં રિજેક્ટ થઈને પરત આવેલી મગફળી બદલાયાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ મામલતદારને માર્કેટ યાર્ડમાં બોલાવ્યા હતા. ખેડૂતોનું કહેવુ છે કે, યાર્ડની એક દિવસમાં મગફળી ખરીદીની ક્ષમતા 100 ખેડૂતોની છે.પરંતુ યાર્ડ દ્વારા 600 ખેડૂતોને સાથે બોલાવવામાં આવતા વાહનોની 5 કિલોમીટર સુધીની લાંબી લાઈન લાગી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે, યાર્ડમાં કૌભાંડ ચાલી રહ્યું છે. જે મગફળીને નાફેડ દ્વારા ગુણવત્તા તપાસ કર્યા બાદ ખરીદી કરવામાં આવી છે. તે મગફળીને રિજેક્ટ કરવામાં આવી રહી છે.તો બીજી તરફ ખેડૂતો પાસેથી સારી મગફળી ખરીદવામાં આવે છે અને સડેલી અને બગડેલી સરકારને પરણાવી દેવાનું મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યુ છે