covid19 પછીની એક મહા સમસ્યા.. શરીર નુ તાપમાન ઓછુ રહેવું.

covid19 પછીની
એક મહા સમસ્યા.. શરીર નુ તાપમાન ઓછુ રહેવું.

રિપોર્ટ નોર્મલ આવી ગયાના પંદર દિવસ મહિનો વિતી ગયા પછી પણ ઘણી વ્યક્તિઓ ને ખુબ અશક્તિ લાગે છે, પડ્યા રહેવાનુ મન થાય, ઉત્સાહ સાવ જ ન હોય, થોડો શ્રમ કરતા થાકી જવાય,
ભૂખ ઓછી લાગે, ગેસ.. અપચો.. એસીડિટી થાય, માથુ ભારે રહે,
ઘણાને પેટ માં ઝીણુ ઝીણુ દુખ્યા કરે, બીજા લોકો કરતાં ઠંડી વધારે લાગે, ધ્રુજારી આવે.
આવા વિવિધ ચિન્હો જોવા મળે છે.
આવી ફરિયાદો ઘણી વ્યક્તિઓ કરતી હોય છે.
એમને ટેમ્પરેચર ચેક કરવાનું કહીએ ત્યારે
તેમની પહેલી પ્રતિક્રિયા એ હોય છે કે બરાબર રહે છે.તાવ નથી .
પછી કહેવુ પડે વધારે તો નહિજ રહેતુ હોય પણ 98•4 કરતા ઓછુ કેટલુ રહે છે?
એ ચેક કરીને કહો.
મોટા ભાગની વ્યક્તિઓનુ તાપમાન 96…97 જેટલુ રહેતુ હોય છે.
શરીરની ઓછા તાપમાન ની સ્થિતિને હાયપોથર્મિયા કહે છે. એમાં પણ માઇલ્ડ , મોડરેટ અને સિવિયર સ્થિતિ હોય છે.
ઉપર્યુકત થાક, અશક્તિ જેવા ચિન્હો માઈલ્ડ હાયપોથર્મિયા માં હોય છે.
શિયાળા ની વધારે પડતી ઠંડી કે ચોમાસાના વરસાદી વાતાવરણ માં પણ હાયપો થર્મિયા ની સ્થિતિ પેદા થઈ શકતી હોય છે .

શું કરી શકાય ?

* રોજ અર્ધો કલાક તાપમાં બેસવું.
*ઠંડુ પાણી, આઈસ્ક્રીમ, ઠંડા પીણા ન પીવા.
*કોપરુ, ગોળ, બાવળનો ગુંદર અને ગાયના ઘી ની બનાવેલી રાબ પીવી.

રાબ બનાવવાની રીત :

એક ચમચી ગાય ના ઘીમાં અર્ધી ચમચી બાવળના ગુંદર ના પાવડર ને સાંતળી લેવો(ગુંદર ફુલે ત્યા સુધી), તેમાં પા ચમચી સૂંઠ પાવડર અને એક ચમચી કોપરાની છીણ મેળવવી. એકાદ મિનિટ ચમચા થી હલાવી તેમાં એક કપ પાણી અને એક ચમચીગોળ ઉમેરી
પાંચ મિનિટ ઉકાળવા દેવુ.

આ તૈયાર થયેલી રાબ ગરમ ગરમ રોજ સવારે સાત દિવસ પીવી.
તેનાથી શરીરનુ તાપમાન સામાન્ય થવા માંડે છે.તાપમાન વધવાની સાથે ઉપર્યુકત તમામ ચિન્હો
ઘટવા માંડે છે . કેટલાક કેસ માં આની સાથે બીજી ઔષધિઓ આપવાની જરુર પડે છે.

*******************
Covid પછી વધારે સમસ્યા રહેતી હોય તો
SGVP HOLISTIC HOSPITAL
માં યોગ, આયુર્વેદ અને એલોપથી વિભાગ નો સંપર્ક કરી શકો છો .

#વૈદ પ્રવિણ હિરપરા