~ ઝી ટીવીની કુરબાન હુઆના માધવાનંદ વ્યાસજી મુશ્કેલ દ્રશ્યો પાછળના સાચા પડકારો વિશે વાત કરે છે ~
આપણે દરરોજ આપણી ટેલિવિઝન સ્ક્રીન્સ પર કલાકારોને અત્યંત પ્રાકૃતિક રીતે સુસંગત પરિસ્થિતિઓને લાવીને આપણા હૃદયમાં સ્થાન મેળવ્યું છે. પરંતુ, ક્યારેય એ વિચાર્યું છે કે, જ્યારે તેઓ અભિનયની તૈયારી કરતા હોય તે તેમના માટે કેટલું મુશ્કેલ, ભયાનક તથા હૃદયસ્પર્શી હોય છે? લોકડાઉન ધીમે-ધીમે ખૂલી રહ્યું છે અને ઝીટીવીના શો તેના ચહિતા પાત્રોના પ્રવાસને ફરીથી દર્શકોની સાથે જોડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે ટેલિવિઝન કલાકાર આયામ મેહતા, જે કુરબાન હુઆમાં વ્યાસજીનું પાત્ર કરી રહ્યો છે, તેની સાથે અભિનયના એક મુશ્કેલ સિકવન્સ દરમિયાન એક હકિકતની યાદ આવી ગઈ.
અભિનેતા માને છે કે અભિનય એ એક અનુસરણ છે, તમે જેટલું સારું અનુસરણ કરી શકશો એટલી જ સારી રીતે વ્યાખ્યાયિત કરી શકશો. અયામને એવું લાગે છે કે, તે તેના અભિનયની પ્રતિભાને તેને સંબંધિત ક્ષમતા વધારીને તથા એ જ પ્રકારની પરિસ્થિતિ જે જીવ્યા હોય તેને ફરીથી યાદ કરીને ઓન-સ્ક્રીન અભિયનમાં જીવંતતા લાવી શકે. “અમારું કામ અને પ્રતિભામાં સમયની જરૂરિયાત અનુસાર અમારે અમારા પાત્રમાં ઢળવું પડે છે અને અમારા દર્શકોને ખુશી આપવા માટે અમારે સીન એ પ્રકારે તૈયાર કરવો જોઈએ.” એમ આયામ મેહતા કહે છે.
વ્યક્તિગત પરિસ્થિતિને જીવંત કરવાની બાબતને કુરબાન હુઆના એક મૃત્યુના સિકવન્સનો હિસ્સો બનાવતા આયામ કહે છે, “અમે તાજેતરમાં જ શોના એક સિકવન્સનું શૂટિંગ કરી રહ્યા હતા, જ્યાં મારી દિકરી સરસ્વતિનું મૃત્યુ થઈ જાય છે અને તેના પિતા તરીકે હું અત્યંત ભાવુક બની ગયો છું, ભાવનાત્મક રીતે મને આ બાબતની એટલી અસર થઈ હતી કે, હું અવાક બની ગયો અને મારું પાત્ર ફ્રીઝ થઈ ગયું અને તે તેના આંસુ પણ નથી સારી શકતો કે તેના દુઃખને પણ નથી વ્યક્ત કરી શકતો. આ સીનમાં એક ખરેખર લાગણીની જરૂર હતી અને એ સમયે મેં એ યાદ કર્યું જ્યરે હું નાનો છોકરો હતો અ મેં મારા પિતાને ગુમાવ્યા હતા. કુરબાન હુઆમાં મારા પાત્રની જેમ, હું ભાવનાત્મક રીતે બંધાઈ ગયો અને તેને કોઈપણ રીતે રજૂ કરવા સક્ષમ નથી. આ મુશ્કેલ સમયને યાદ કરવાથી મને તે સીનમાં જરૂરી નિષ્ઠાને બહાર લાવવામાં મદદ મળે છે.”
આયામ વધુમાં ઉમેરે છે, “એ સમયે કદાચ આપણા જીવનની મુશ્કેલ પરિસ્થિતિની સાથે આપણે જોડાઈ ના શક્યા હોય, પરંતુ તમારી સાથે બનેલી આ પ્રકારની કોઈ કરુણતાનો વિચાર કરો, ત્યારે તમારી અંદરની સાચી લાગણીઓ આવી જ જાય છે. એવું કહેવાય છે કે, એક કલાકાર તરીકે આપણે આપણે આપણી જાતને તેમાં એટલો ખૂંપાવી દેવો જોઈએ નહીં કે, તેનાથી તે આપણા વ્યક્તિત્વને અસર કરે. એટલી જાગૃતતા હોવી જોઈએ કે, આ લાગણી ફક્ત એ સીન પૂરતી જ છે.”
સારું, આયામ મહેતાએ અભિનયની આ મેથડને જણાવીને ખરેખર દિલ જીતી લીધા છે અને તે 13મી જુલાઈથી ઝી ટીવી પર ફરીથી શોના પરત ફરતા કુરબાન હુઆમાં વ્યાસજીના પાત્ર દ્વારા આપણા પર તેની છાપ છોડશે.
નીલ અને ચાહતને તેના પરિવારના પ્રેમ અને ગર્વ માટે કોઈપણ હદ સુધી જતા જૂઓ, કુરબાન હુઆ 13મી જુલાઈથી ફક્ત ઝી ટીવી પર