મહારાષ્ટ્ર સરકારે આપી સૌથી મોટી રાહત સરકારી કર્મચારીઓનું પાંચ દિવસનું અઠવાડીયું મંજૂર

મહારાષ્ટ્રની સરકારે સરકારી કર્મચારીઓને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ માટે પાંચ દિવસનું અઠવાડીયું મંજૂર કર્યું છે. એટલે કે હવે અઠવાડીયામાં ફક્ત પાંચ દિવસ જ કામ કરવું પડશે. બાકીના દિવસોમાં રજા રહેશે.આ નિર્ણય મહારાષ્ટ્ર સરકારની મળેલી બેઠકમાં લેવાયો છે અને તે 29 ફેબ્રુઆરીથી લાગૂ થઈ જશે