*વણકર સેવા સંઘના ઉપક્રમે વણકર સમાજના શૈક્ષણિક સંકુલ- ‘જ્ઞાન ભવન’નો ભૂમિપૂજન સમારોહ યોજાયો*
અમદાવાદ, સંજીવ રાજપૂત: વણકર સેવા સંઘ – ચાંદખેડા (અમદાવાદ) ના ઉપક્રમે
વણકર સમાજના શૈક્ષણિક સંકુલ- ‘જ્ઞાન ભવન’નો ભૂમિપૂજન સમારોહ સંપન્ન
વણકર સેવા સંઘ-ચાંદખેડા (અમદાવાદ)ના ઉપક્રમે વણકર સમાજના શૈક્ષણિક સંકુલ ‘જ્ઞાનભવન’નો ભૂમિપૂજન સમારોહ વિષ્ણુનગર- ચાંદખેડા (અમદાવાદ) ખાતે સમાજના આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ અને વિશાળ સંખ્યાના વણકર સમાજના ભાઈઓ-બહેનો-નિમંત્રિતોની ઉપસ્થિતિમાં ભારે હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો.
વણકર સેવા સંઘ-ચાંદખેડાના પ્રમુખ મનુભાઈ એમ. પરમાર, મહામંત્રી હર્ષદ પી. પરમાર, ઉપપ્રમુખો સર્વ શ્રી મહેશભાઈ સી. પ્રભાકર, કાંતિલાલ એન. પરમાર, જીવણલાલ સોલંકી તથા કોષાધ્યક્ષ તુલસીભાઈ એ. મકવાણા તથા મુખ્ય મહેમાનો સર્વશ્રી મેહુલભાઈ વાઘેલા, રમેશભાઈ મકવાણા, સુરેશભાઈ મકવાણા તથા અતિથિવિશેષ સર્વશ્રી ચંદ્રકાંતભાઈ એમ. સોલંકી, પ્રવીણકુમાર પ્રેમલ, નારણભાઈ કે. પરમાર, ધીરૂભાઈ એમ. જાદવ, રમેશભાઈ એમ. જાદવ, ભરતભાઈ ડી. સોલંકી, રેવાભાઈ સોલંકી, બિંબિસાર સોલંકી, ગણેશભાઈ એમ. પરમાર, રંજનબેન મુકેશભાઈ મકવાણા જેવા વિશેષ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં વણકર સમાજની ઉપસ્થિતિમાં વિષ્ણુનગર (ચાંદખેડા)માં સાકાર થનારા શૈક્ષણિક સંકુલ- ‘જ્ઞાનભવન’નું ભૂમિપૂજન સંત શ્રી લાલદાસજી બાપુ (જોધલપુર ધામ-કેસરડી) અને સંત શ્રી ગૌતમદાસ બાપુ (ગાંભુ આશ્રમ)ના વરદ હસ્તે સંપન્ન થયું હતું.
વિષ્ણુનગર (ચાંદખેડા)માં બે મકાનોને રૂ.૧ કરોડ, ૮૨ લાખમાં ખરીદીને, તેને સમથળ કરીને યોગ્ય સરકારી મંજૂરીઓ મેળવીને અહીં નિર્માણાધિન પાંચ મજલાના આ ‘જ્ઞાન ભવન’ના ભૂમિપૂજન સમારોહમાં આજ દિન સુધી રૂપિયા ૨ કરોડનું દાન મળી ચૂક્યું છે અને દાનની સરવાણી સતત અવિરત વહેતી રહી છે.
ઉલ્લેખનીય છે કે સરકાર માન્ય વણકર સેવા સંઘ-ચાંદખેડા ૨૦૧૪થી કાર્યરત છે અને તેના ૧૭૦૦ ઉપરાંતના સદસ્યો છે. આ સંઘ દ્વારા સમાજ ઉત્થાનમાં વર્ષોથી સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેમાં મેડિકલ કેમ્પ આયોજન, સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ ક્લાસીસ, ધોરણ ૧૦-૧૨ના છાત્રો માટે વિનામૂલ્યે ટ્યુશન ક્લાસીસ, છાત્રોને મફત પાઠ્યપુસ્તકો અને નોટબુકોનું વિતરણ, ડો.બાબાસાહેબ આંબેડકર જયંતી અને સંત વીર મેઘમાયા જયંતીની ઉજવણીઓ, સમાજમાં બચત પ્રવૃત્તિને ઉત્તેજન આપવા વી.એસ.એસ. સોસાયટીનું સંચાલન જેવા અનેક સમાજોપયોગી કાર્યો થતા રહ્યા છે, તેના દ્વારા હવે સંસ્થાના આગવા શૈક્ષણિક સંકુલ ‘જ્ઞાન ભવન’નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે વણકર સેવા સંઘ-ચાંદખેડાને બાલીસણા ગામના વતની અને મુંબઈ સ્થિત રાજવીર કન્સ્ટ્રક્શન કંપની-મુંબઈના બિલ્ડર મેહુલભાઈ. એચ. વાઘેલા તરફથી રૂ. ૩૧ લાખ, મકવાણા બિલ્ડર્સ-ચાંદખેડાના રમણીકલાલ મકવાણા દ્વારા રૂ. ૧૧ લાખ, ચંદ્રકાંત સોલંકી દ્વારા રૂ. ૬.૫૧ લાખ, પ્રવીણકુમાર પ્રેમલ તરફથી રૂ. ૫.૫૧ લાખ અને નારણભાઈ કે. પરમાર દ્વારા રૂ. ૫ લાખનું માતબર દાન પ્રાપ્ત થયેલ છે. આ તમામ દાતાઓનું શાલ અને મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
આ સમારોહના ભોજન દાતા વૈશાલીબેન અમિતકુમાર શાહનું પણ વણકર સમાજ તરફથી સ્મૃતિચિહ્ન અને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ભૂમિપૂજનના સ્થળે વિશાળ સમિયાણામાં મોટી સંખ્યાઓના સમાજબંધુઓની ઉપસ્થિતમાં યોજાયેલા સમારોહના પ્રારંભે સંતશ્રી વીરમાયા દેવ અને દલિતોના મસીહા ડો.બાબાસાહેબ આંબેડકરની તસવીરોને પુષ્પાર્પણ કરવામાં આવ્યા હતા.
આ સમારોહમાં સંત શ્રી લાલદાસ બાપુ અને સંત શ્રી ગૌતમ બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા. સમગ્ર સમારોહની ભૂમિકા પ્રમુખ મનુભાઈ એમ. પરમારે રજૂ કરી હતી. સ્વાગત પ્રવચન વણકર સંઘના મહામંત્રી હર્ષદભાઈ પરમારે અને અંતમાં સંસ્થાના મોતીલાલ પાટણવાળાએ આભારદર્શન કર્યું હતું. સમગ્ર સમારોહનું સફળ સંચાલન ્રવદન સુતરિયા અને પરેશ સુતરિયાએ કર્યું હતું.
આ ભૂમિપૂજન સમારોહમાં ચાંદખેડા વોર્ડના મ્યુનિ. કાઉન્સીલર રાજેશ્રીબેન કેસરી, સમાજના અગ્રણીઓ સર્વશ્રી બિલ્ડર જયંતીભાઈ જાદવ, રમેશભાઈ મકવાણા, નારણભાઈ કચરાભાઈ પરમાર, પ્રવીણભાઈ પ્રેમલ, ટ્રસ્ટી દીપકભાઈ મકવાણા, ડૉ. અમૃતભાઈ પરમાર, હરગોવિંદભાઈ પરમાર, મનસુખભાઈ પરમાર, નૈનાબેન પરમાર, જે. જે. પરમાર સહિત વણકર સમાજના પ્રતિનિધિઓ-આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર સમારોહના મીડિયા સંકલનની જવાબદારી માહિતી ખાતાના પૂર્વ અધિકારીઓ સર્વશ્રી નટુભાઈ પરમાર, ભરત ચૌહાણ, ધીરુભાઈ કોટવાલ, ગિરીશ મારૂ અને સહાયક નિયામક શૈલેષભાઈ ચૌહાણે સંભાળી હતી.