*રવિવારે વેહલી સવારે 6 વાગ્યા થી 11 વાગ્યા સુધી 24 mm (1 ઇંચ ) વરસાદ વરસી રહ્યો છે..
શહેરમાં સૌથી વધુ ગોતા વોર્ડમાં 37 mm, રાણીપ માં 33 mm,તેમજ ચાંદખેડા માં 34mm વરસાદ amc કન્ટ્રોલ રૂમ માં નોંધાયો..
શહેરમાં ત્રણ સ્થળે પાણી ભરાવાની ફરિયાદ નોંધાઇ જેમાં ગોતા હાઉસિંગ સોસાયટી,સોમેશ્વર રો હાઉસ, જોધપુરમાં, તેમજ ઓઢવમાં રબારી વસાહતમાં વરસાદી પાણી ભરાયા..
વાસણા બેરેજમાં હાલમાં ગેટ નંબર 28 એક ફૂટ ખોલવામાં આવ્યો છે..સાબરમતી નદીની સપાટી હાલ 130 ફૂટ પર લેવલ જાળવી રખાયું છે..
શહેરમાં નારોલમાં ગ્યાસપુર માંથી પસાર થતી ફેક્ટરીઓના ટ્રીટેડ પાણીના નિકાલ માટેની મેગા લાઈનમાંથી કેમિલ્કયુક્ત પાણી હાલમાં સાબરમતી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે..
કેમિકલ ફેક્ટરીઓના માલિકો બેફામ રીતે વરસાદી પાણી સાથે કેમિકયુક્ત પાણી નદીમાં ઠાલવવાનું પાપ જાહેરમાં કરી રહ્યા છે..
AMC તેમજ GPCB નું તંત્ર લાચાર બની ગોરખધંધા જોઈ રહ્યા છે..