દેડીયાપાડાના કંકાલા ગામ પાસેથી ભેંસ તથા પાડિયા કુલ 8 પશુઓ ભરેલ પીકઅપ ઝડપાઇ.

ભેંસ અને 7 નાના પાડીયા મળી કુલ 8 પશુઓ ખીચોખીચ ભરી ઘાસચારા પાણીની સુવિધા નહીં રાખી આરટીઓના પાસ પરમીટ વગર પશુઓની મહારાષ્ટ્ર થી હેરાફેરી કરતા પકડાયા.
પીકઅપવાન સહિત મોબાઇલ ફોન તથા પશુઓની મુદ્દામાલ કિં.રૂ.1,76000 /- એક આરોપીની અટકાયત.
સઘન પૂછપરછમાં પશુઓ મંગાવનાર ઈસમના નામની પણ કબુલાત.
રાજપીપળા, તા.9
નર્મદા જિલ્લામાં મોટા પાયે ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી અટકાવવા દેવળીયા પોલીસે સઘન ચેકિંગ હાથ ધરતા દેડીયાપાડાના કંકાલા ગામ પાસેથી ભેંસ તથા પાડિયા કુલ 8 પશુઓ ભરેલ પીકઅપ ઝડપાઇ હતી.ભેંસ અને 7 નાના પાડીયા મળી કુલ 8 પશુઓ ખીચોખીચ ભરી ઘાસચારા પાણીની સુવિધા નહીં રાખી આરટીઓના પાસ પરમીટ વગર પશુઓની મહારાષ્ટ્ર થી હેરાફેરી કરતા પકડાયા હતા.પોલીસે પીકઅપવાન સહિત મોબાઇલ ફોન તથા પશુઓની મુદ્દામાલ કિં.રૂ.1,76000 /- એક આરોપીની અટકાયત કરી છે.સઘન પૂછપરછમાં પશુઓ મંગાવનાર ઈસમના નામની પણ કબુલાત કરી છે .
દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદી અ.હે. કો રાકેશભાઈ કનુભાઈ સીપીઆઈ કચેરી દેડીયાપાડા એ આરોપી અલ્તમસ અબ્દુલહઈદ શેખ (રહે, ખાપર કોરાય ફળિયું, તા. અક્કલકુવા જી.નંદુરબાર મહારાષ્ટ્ર )સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી અલતમસે પીકપ ગાડી નંબર એમએચ 19 ઝેડ 0099 માં વગર પાસ પરમીટે નંગ.1 કિ. રૂ.10000/- તથા નાના પાળીયા નંગ.7 કિં. રૂ. 14000/- કુલ કિં. રૂ.24000/- તથા મોબાઇલ નંગ 1 કિં. રૂ. 2000/- તથા પીકપ કિંમત રૂ.150000 કુલ કિ. રૂ.176000/- ગણી અને ભેંસ તથા પાડિયા પીકઅપમાં ખીચોખીચ ભરી અંદર ઘાસચારાની સુવિધામાં આરટીઓના પાસ પરમીટ વગર પશુઓની મહારાષ્ટ્ર થી હેરાફેરી કરતા મળી આવેલ અને ભેંસ તથા પાડિયા મંગાવેલ હતા. તે બાબતે પુછતા જણાવેલ કે સરફરાજ સાદિક કુરેશી (રહે, થાણા ફળિયા, દેડિયાપાડા)વાળાએ મંગાવેલ હોવાનું જણાવેલ છે. જેથી તેમની વિરુદ્ધ બીપી પ્રાણી કુરતા અધિનિયમ 1960ના કલમ 11 (ડી)(પી)(ઇ)ઓ તથા ગુજરાત મોટર વ્હીકલ એક્ટ અને નિયમ 177, 192 મુજબ કાયદેસરની ફરિયાદ કરતાં પોલીસે તપાસ આદરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા