અખબારી યાદી
માનવ જીંદગી બચાવવા માટે જરૂરી દવાઓના કાળાબજારીયા ઓ સામે રાજય સરકારની લાલ આંખ
¤ Amphotericin-B Injection IP 50 mg ના રૂ.૩૧૪.૮૬ની દવા રૂ.૧૦,૦૦૦માં વેચાતા ચાર વ્યકિતઓની ધરપકડ
********
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયા એ જણાવ્યુ છે કે, કોરોનાની મહામારીમા માનવ જીંદગી બચાવવા માટે જરૂરી દવાઓના કાળાબજારીયા ઓ સામે રાજય સરકાર દ્વારા લાલ આંખ કરીને કડક હાથે કામગરી કરવામા આવી રહી છે.જેના ભાગરૂપે Amphotericin-B Injection IP 50 mg ના રૂ.૩૧૪.૮૬ની દવા રૂ.૧૦,૦૦૦માં વેચાતા ચાર વ્યકિતઓની ધરપકડ કરાવામાં આવી છે.
તેમણે ઉમેર્યુ કે,રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલી માહિતીને આધારે ક્રાઇમ બ્રાંચ, અમદાવાદના અધિકારીઓ સાથે રાખી ડમી ગ્રાહક દ્વારા છુટકુ ગોઠવી પ્રગ્નેશ લલીત પટેલ અને સ્મીત કિરીટભાઇ રાવલ રંગે હાથે કુલ નંગ ૮ ઇંજેક્શન નંગ દિઠ રૂ.૧૦,૦૦૦ લેખે કુલ રૂ.૮૦,૦૦૦ ચુકવી વેચાણ કરતા ઝડપાઇ ગયાલ હતા. તેઓએ આ ઇંજેક્શન રૂપિયા ૮૦૦૦ના દરે વશિષ્ઠ કનુભાઇ પટેલ પાસેથી ખરીદ કર્યા હોવાનું જણાવ્યુ હતું.વશિષ્ઠની પુછપરછમાં જણાવેલ કે તેણે ૫,૦૦૦ ના દરે સદર ઇંજેક્શન પંચાલ નિરવ અમિતકુમાર પાસેથી ખરીદયા હતા. તંત્ર દ્વારા આ ઇંજેક્શનના નમુના લઈ તેની ચકાસણી અર્થે વડોદરા ખાતેની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ અંગે આગળની વધુ તપાસ ચાલુ છે અને વશિષ્ટ કનુભાઇ પટેલ, પ્રગ્નેશ લલીત પટેલ અને સ્મીત કિરીટભાઇ રાવલનાની પોલીસે ધરપકડ કરી સંયુક્ત રીતે કામગીરી હાથ ધરાઈ છે.
તેમણે કહ્યુ કે,આ કાર્યવાહી કમિશ્નર, નાયબ કમિશ્નર ડૉ. સી.ડી. શેલત તથા અન્ય અધિકારી અને અમદાવાદ ઝોન-૨ના અધિકારીઓએ સંયુકત રીતે હાથ ધરીને કરાઈ છે આ રેઇડ્માં અમદાવાદ પોલીસ ખાતાના ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ પણ આ કામમાં સહકાર આપી જોડાઇને સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડયુ છે. આથી આવા બેનંબરીયા તેમજ કાળાબજારીયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.