PPE કીટ પહેરીને આવનારે અંબાણીના ઘર બહાર મુકી હતી કાર, NIAની તપાસમાં થયો ખુલાસો

રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીના નિવાસસ્થાનની બહાર વિસ્ફોટક ભરેલ કાર મુકવાના કેસમાં નેશનલ ઈન્વેસ્ટીગેશ એજન્સી (NIA) તપાસ કરી રહી છે. તપાસમાં સામે આવ્યું કે, અંબાણીના ઘરની બહાર 2 કાર આવી હતી. જેમાથી એક સ્કોર્પિયો કાર હતી જેમાં વિસ્ફોટક ભરેલા હતા. તે કાર મૂકીને શા બીજી સફેદ ગની ઈનોવા કારમાં બેસીને નિકળી ગયો હતો. ચાલકે પોતાની ઓળખ છુપાવવા માટે PPF કીટ પહેરી હતી. જેના કારણે સીસીટીવીમાં આ વ્યક્તિનો ચહેરો નથી જોઈ શકાયો.