ભારતીય જનતા પાર્ટી વિધાયક દલ ના નેતા તરીકે નવ નિયુક્ત થયેલા ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જી ને મળીને રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકાર ની રચના માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો હતો.

આ અવસરે કાર્યકારી મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી,ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો શ્રી ભૂપેન્દ્ર યાદવ,નરેન્દ્રસિંહ તોમર,પ્રહલાદ જોશી તેમજ ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અગ્રણીઓ,સાંસદશ્રી ઓ અને રાજ્ય સરકાર ના કાર્યકારી મંત્રીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.