મલાઈમાંથી ઝડપથી અને વધારે ઘી કાઢવું છે, ઉમેરી લો ફક્ત આ 1 વસ્તુ. Sureshvadher

લૉકડાઉનમાં પણ જો તમે ઘરે રહીને કંટાળો છો તો તમે ઘરના પેન્ડિંગ કામ કરીશકો છો. શક્ય છે તમારા ઘરમાં 10 દિવસની મલાઈ ભેગી થઈ હશે. તેનું ઘી કાઢી લો. તેમાં ફક્ત આ 1 વસ્તુ મિક્સ કરો. ઘી જલ્દી અને વધારે નીકળશે.

મલાઈમાંથી ઘી કાઢવાની ટિપ્સ
મલાઈને ગરમ કરીને તેમાં ઉમેરો 2 ચમચી ઘઉંનો લોટ
મલાઈમાંથી જલ્દી અને વધારે ઘી નીકળશે

રીત

સૌ પહેલાં ફ્રિઝમાંથી ઘીનો ડબ્બો કાઢીને થોડી વાર માટે બહાર રાખી લો. ડબ્બાની મલાઈ રૂમ ટેમ્પ્રેચર પર આવે એટલે તેને એક કઢાઈમાં કાઢી લો. કઢાઈનો ગેસ ચાલુ કરો. ધીમે ધીમે સતત મલાઈને હલાવતા રહો. તે દૂધ જેવા ફોર્મમાં આવશે. હવે તેમાં તમે 2 ચમચી ઘઉંનો લોટ મિક્સ કરો. હજુ પણ લોટ અને મલાઈને સતત હલાવો.

ગેસની ફ્લેમ સ્લો રાખો. તમે જોશો કે મલાઈની ઉપર ઘી ઝડપથી આવી જશે. તમે જેમ જેમ તેને હલાવતા રહેશો ઘી ઝડપથી બનશે. ધ્યાન રાખો કે મલાઈ કઢાઈમાં ચોંટે નહીં. બસ થોડી જ મિનિટોમાં નીકળી જશે રૂટિન કરતાં વધારે ઘી. તો આજે જ કરી લો આ ટ્રાય.
Sureshvadher
9712193266