જ્વેલર્સ વાળા, બ્યુટી પાર્લર, શૉપિંગ મોલ્સ અને બેન્ક એટલા બધા મેસેજ કરે જાણે એક જ દિવસ જિંદગી જીવવા માટે છે બાકી કાલથી બધું ખતતતતમ…. આવા એક દિવસ માટે આટલા બધા ધતિંગ કેમ??

ઇન્ટરનેશનલ વિમેન ડે !!
જ્વેલર્સ વાળા, બ્યુટી પાર્લર, શૉપિંગ મોલ્સ અને બેન્ક
એટલા બધા મેસેજ કરે જાણે એક જ દિવસ
જિંદગી જીવવા માટે છે બાકી કાલથી બધું ખતતતતમ….
આવા એક દિવસ માટે આટલા બધા ધતિંગ કેમ??

8મી માર્ચ એટલે
નારીને લગતા સોશિયલ મીડિયામાં ઢગલો મેસેજીસ..!!!
એટલા બધા ચણાના ઝાડ પર ચઢવામાં આવે કે
ભાઈ વાત જ જવા દયો!!
બાકીના દિવસોમાં સ્ત્રીઓ માટે આ લાગણી ક્યા
ખોવાઇ જાય છે તે ખબર નથી પડતી.😀😀

આજે આખો દિવસ સમાજ સ્ત્રીને સમાન હક્ક આપવા પાછળ લાગેલો છે ત્યારે મનમાં વિચાર આવે કે

•પુરુષપ્રધાન સમાજમાં સમાન હક્ક શા માટે?
•બધાને આવી સમજણ આપવાની જરૂર કેમ પડી?
•ઘર અને બહારના કામ માટે માત્ર સ્ત્રીઓ પર જ બધી જવાબદારી કેમ?
•સ્ત્રીઓ જોડે જ રિવાજના નામે ધતિંગ કેમ?
•દર વખતે સ્ત્રીઓ એ જ કેમ જીવનમાં બદલાવ કરવાનો?
•નોકરીમાં સ્ત્રીઓ જોડે જ ભેદભાવ કેમ?
•પોતાની પાંખ પસારી ઉડવાની ઈચ્છા થાય ત્યારે
દુનિયાના ચાર લોકો શું વિચારશે ?
તેનાથી પોતાના સપનાનું બલીદાન ક્યાં સુધી?

આવા જ સવાલોના થોડા જવાબ મળ્યા છે અને હજી
બીજા બહુ સવાલના જવાબ શોધું છું.
પણ જવાબ બધાનો મોટા ભાગે એક જ છે.
“ચલાવી લેવું પડે છે, સ્ત્રી છો એટલે સહન કરો.
આવુ જ પેહલાથી ચાલતું આવ્યુ છે અને આવું જ ચાલશે,
સ્ત્રીના અવતાર પોતાના જીવવા માટે થોડી હોય??????”

હા! વાત તો સાચી છે કે દુઃખ સહન કરો એટલું જ સહન વધારે કરવાની સહન કરવાની ક્ષમતા વધે છે.
અને જે દિવસે પોતાના માટે વિચાર આવે ત્યારે લાગે છે કે –
અરે!!! પોતે જ પોતાના માટે દુઃખનો કૂવો ખોદ્યો છે.
લોકો જોડે આશા રાખીને, પોતાની સ્વાત્રંતાને અન્યની ખુશીઓની ગુલામ બનાવીને….
બધા નકારત્મક સામાજિક વલણ માંથી બહાર આવું છે
પણ કોઈ રસ્તો નથી મળતો.

વિશ્વ મહિલા દિન વર્ષ ૨૦૨૧થી પરિવર્તન લાવીએ.
કંઇક હવે પોતાના માટે કરીને એટલે જ તો થીમ
“Let’s all choose to challenge”છે….
સમાજને ચેલેન્જ અને ચેન્જ પછી કરીશું પણ
પેહલા પોતાને ચેન્જ કરો.
સ્વીકારો પોતાની જાતને અને પોતાની જાતને પ્રેમ કરો.
તમારા વજન, ઉંમર, કદ અને રંગ ગમે તે હોય પણ
તમે સૌથી સુંદર વ્યક્તિ છો માની લો.
૨૪ કલાકમાંથી ૩૦ મિનિટ માત્ર તમારા માટે નીકાળો
અને મનગમતું કરો.
સતત તમારા કૌશલ્યમાં વધારો કરો અને ખુશ રહો.
શકય થાય તેટલી તમારી આસપાસની બહનોને મદદ કરો
જેથી તે પણ બીજાને મદદ કરવા પ્રેરાય.
સમાજની લઘુતાગ્રંથી માંથી બહાર આવો,
તમે બહાર આવશો તો જ સમાજ સુધરશે
બાકી ચેન્જ આવવો અઘરો છે.

૮મી માર્ચ માત્ર એક જ દિવસ અગત્યનો દિવસ
અને લોભામણી ઉજવણીનો મારો વિરોધ છે…
દરરોજ ૨૪ કલાક, અઠવાડીયાના ૭ દિવસ અને વર્ષના ૩૬૫ દિવસ સ્ત્રીઓ જ માટે છે.

– પ્રિયંકા જોષી ભટ્ટ
@૮મી માર્ચ, ૨૦૨૧.