ભચાઉ શહેરની બાજુ માં આવેલ જેકવાર કંપની માં લોડીંગ વાહનો માં ખીચોખીચ પેસેન્જર દ્વારા ખાનગી વાહનોમાં લટકીને કરાતી જોખમી મુસાફરી ભરી ને જાઈ રહ્યા છે.

ભચાઉ તાલુકામાં ખાનગી વાહનોમાં મુસાફરોની મોતની સવારી

 

 

ભચાઉ શહેરની બાજુ માં આવેલ જેકવાર કંપની માં લોડીંગ વાહનો માં ખીચોખીચ પેસેન્જર દ્વારા ખાનગી વાહનોમાં લટકીને કરાતી જોખમી મુસાફરી ભરી ને જાઈ રહ્યા છે આમાં કોઈ અકસ્માત થાય છે તો તેનો જવાબદાર કોણ?

 

એક બે નહીં પરંતુ અસંખ્ય લોકો પ્રાઇવેટ વાહન ચાલકો મુસાફરોને ને કરાવી રહ્યા છે મોતની સવારી આ બાબતે કઈ સિસ્ટમ કારણભૂત છે ?

 

જેકવાર કંપની માં લોડીંગ વાહનો માં ખીચોખીચ પેસેન્જરટેપોમાં લટકીને જોખમી મુસાફરી કરવી પડી રહી છે. તો આ બાબતે કોણ પગલાં ભરશે તે ચર્ચાનો વિષય બન્યો છે. જેના કારણે લોકોને મોતને માથે રાખીને ટેપોમાં જોખમી મુસાફરી કરવાના દિવસો ચાલી રહ્યા છે. જેમ જેમ વિકાસ વધવા લાગ્યો તેમ તેમ સરકાર દ્વારા જેના કારણે લોકો પોતાના ગામડાઓમાંથી કામ અર્થે કંપની મથકે આવતા લોકોને પ્રાઇવેટ વાહનો નો સહારો લેવો પડી રહ્યો છે. અને લોકો મોતની સવારી કરતા નજરે પડી રહ્યા છે. પરંતુ તેઓ જાણતા હસે કે આ કર્મચારીઓ તો ઓછા છે. આ તમામ ટેપો પેસેન્જરો ભરીને કેમેરા ની નજરો સામેથી પસાર થાય છે તો તેમની સામે કેમ કાર્યવાહી કરવામાં ક્યારે આવશે.

 

જેવા અનેક વિસ્તારોમાં પ્રાઈવેટ વાહનોમાં જીવના જોખમે મુસાફરી થઈ રહી છે. વાહનોની અંદર તેમજ આજુબાજુ એટલા મુસાફરો લટકેલા હોય છે કે વાહન દેખાતું જ નથી મોતની સવારી રૂપિ આવા વાહનો માર્ગો પર દોડતા લોકોને જોવા મળે છે પરંતુ ભચાઉ પોલીસને આવા વાહનો શા માટે દેખાતા નથી. તેને લઈ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

 

આવા ખાનગી વાહન ચાલકોને પોલીસનો કે ટ્રાફિક નિયમોનો કોઈ ડર હોય તેવું લાગતું જ નથી ખુલ્લેઆમ ઘેટા બકરાની જેમ મુસાફરો ભરીને ખાનગી વાહન ચાલકો બેફામ મુસાફરી કરાવી રહ્યા છે. પોલીસ ક્યારે પગલા ભરશે? કે પછી પૂર્વ કચ્છ પોલીસ વડા યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે – રીપોર્ટ બાય – મહેશ રાજગોર ભચાઉ