ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના વિમેન્સ ડેવલપમેન્ટ સેલ ધ્વારા ઇન્ટરનેશનલ વિમેન્સ ડે નું સેલીબ્રેશન કરવામાં આવ્યું હતુ. કોલેજના વિદ્યાર્થીઓ ધ્વારા સ્ત્રી સશક્તીકરણ સંદર્ભે નાટક, સ્કીટ તથા ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. ૨૧મી સદીના કહેવાતા આધુનિક તથા સુધરેલા સમયમા સ્ત્રીઓને ક્યાંક અન્યાય થાય છે તો ક્યાંક શોષણ પણ થાય છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે સ્ત્રીઓની પ્રગતી એજ સમાજની પ્રગતી છે. ભારતની સંસ્કૃતિ તથા ભવ્ય પરંપરાઓમા સ્ત્રીઓને શક્તીનું સ્વરૂપ આપ્યુ છે. કોઈપણ સુસંસ્કૃત સમાજમાં સ્ત્રી તથા પુરૂષનું સરખુ મહત્વ હોવુ જોઈએ. સ્ત્રીઓનું સન્માન તથા પૂરતી તકો આપવી એ તંદુરસ્ત સમાજની નીશાની છે. ઘરમાં માબાપ ધ્વારા દિકરી તથા દિકરાનો ઉછેરજ એવો થવો જોઈએ જેથી કોઈને પણ અન્યાય કે ભેદભાવની માનસીકતા જ ઉભી ના થાય. કાયદાથી માનસીકતા બદલાતી નથી પરંતુ સંવાદ, વાણી, વર્તન તથા વ્યવહારથી સમજમાં જાગૃતતા આવે છે. કોલેજના વિમેન્સ ડેવલપમેન્ટ સેલના કોઓર્ડીનેટર પ્રા.અનુરાધા પાગેદારે સમગ્ર કાર્યક્રમનુ આયોજન તથા સંચાલન કર્યું હતુ. કોલેજના ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Related Posts
શહેરમા માસ્ક વગર ફરો તો કાંઈ નહિ પરંતુ જો પોતાના ઘર ના ઓટલા પર બેઠા તો 1000 રૂપિયા દંડ
રાજપીપલા મા પોલીસ ની દાદાગિરી.. શહેરમા માસ્ક વગર ફરો તો કાંઈ નહિ પરંતુ જો પોતાના ઘર ના ઓટલા પર બેઠા…
માસ્કની પોઝીશન અને તમારું વ્યક્તિત્વ જેમ માસ્ક સરખી સાઈઝના નથી હોતા. એમ આપણા વ્યક્તિત્વ પણ એક સરખા નથી હોતા
માસ્કની પોઝીશન અને તમારું વ્યક્તિત્વ જેમ માસ્ક સરખી સાઈઝના નથી હોતા. એમ આપણા વ્યક્તિત્વ પણ એક સરખા નથી હોતા.. પણ…
હળવદના શક્તિનગર પાસે ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત: એકનું મોત હળવદ ધ્રાંગધ્રા હાઇવે પર આવેલ શક્તિનગર ગામ નજીક મોડી સાંજે…