માતા ભીમા બાઈ ના પુત્ર તમે છો ભીમરાવ જગ આખું પૂજે તમને જય બાબા ભીમરાવ.- જયેશ શ્રીમાળી પલિયડ.

માતા ભીમાબાઈના ભીમ.
માતા ભીમા બાઈ ના પુત્ર તમે છો ભીમરાવ
જગ આખું પૂજે તમને જય બાબા ભીમરાવ….2..માતા ભીમા…
પિતા રામજીનું રતન તમે બાબા ભીમરાવ
બધા ભાઈ-બેનમાં વ્હાલાં, બાબા ભીમરાવ….2.માતા ભીમા….
અસહ્ય વેદનાઓ વેઠી, સહયા દુઃખો અપાર,
ભલે હેમડો ડગે પણ બાબા ડગે નહીં લગાર,…2.માતા ભીમા…
મા સરસતીના સુર તમે છો લીધા વિદ્યાદાન,
ગુરુ નામ લઈને થયા તમે આંબેડકર મહાન,…2..માતા ભીમા…
અબળા,અછૂત,વંચિતોના તમે છો ઉધ્ધારક,
ઘડયું બંધારણ બાબા બન્યા સમાજ સુધારક,…2.માતા ભીમા…
વિવિધતા માં એકતાના તમે દર્શન કરાવ્યા,
નાત જાત ધર્મના બંધન ગેર લાયક ઠરાવ્યા….2..માતા ભીમા…
ભારત રત્ન ભીમરાવના ચીંધ્યા પંથે હાલશો,
સમાનતા સ્વતંત્રતાના તમે હક્કદાર બનશો….2..માતા ભીમા…
જય કરતાં જય જયકાર તમોને વંદન કરતા,
રે’જો નામ બાબાનું અમ્મર સુરજ ચાંદા કરતા….2..માતા ભીમા….
કવિ-જયેશ શ્રીમાળી પલિયડ.
મોડેલ સ્કૂલ સાણંદ.(મ.શિ.) 14.04.2020. 00.01