ગાંધીનગરમાં સ્થળાંતર કરનાર પ્રજાતિઓ વિશેના UN શિખર સમેલન યોજાશે

પીએમ મોદી ઉદ્ઘાટન કરશેસંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમના નેજા હેઠળ પર્યાવરણીય સંધિના સંરક્ષણ પર સ્થળાંતર પ્રજાતિઓ સીએમએસના સંમેલનની 13મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ ભારત દ્વારા 17 થી 22 ફેબ્રુઆરી 2020 દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં યોજાશે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકરે આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં આ અંગે જાહેરાત કરી હતી. જેમાં યજમાન તરીકે, ભારતને આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવશે.