ક્રિકેટ બાદ ગાય પાળવામાં પણ ધોની નંબર 1, ખેડૂત મેળામાં પૂર્વ ભારતના શ્રેષ્ઠ ગોપાલકનું મળ્યું સન્માન

ક્રિકેટ પછી હવે ખેતીના મેદાનમાં પણ ધોની એક પછી એક રેકોર્ડ પોતાના નામે કરી રહ્યા છે. ધોની પૂર્વ ભારતના સર્વશ્રેષ્ઠ ગોપાલકનું સન્માન પોતાના નામે કરી લીધું છે. તેમને આ એવોર્ડ બિરસા એગ્રીકલ્ચર યુનિવર્સિટી (BAU)માં ચાલી રહેલા ખેડૂત મેળામાં અપાયું છે. અહીં પૂર્વ ભારતના ખેડૂતો અને ગોપાલકો એકત્ર થયા છે. આ સન્માન ઝારખંડ વિધાનસભાના અધ્યક્ષ રવીન્દ્ર નાથા મફતોએ ધોનીના પ્રતિનિધિ તરીકે આવેલા તેમના કર્મચારી કુણાલ ગૌરવને આપ્યું છે.