અમદાવાદના નારણપુરામાં 18 એકર જમીનમાં કરોડોના ખર્ચે બનશે નવું સ્પોર્ટ્સ એન્કલેવા

અમદાવાદ સ્પોર્ટ્સનું હબ બનવા જઈ રહ્યું છે. જેથી એક જ જગ્યાએ કોમનવેલ્થ, એશિયાડ, ઓલમ્પિક જેવી સ્પોર્ટ્સ કોમ્પિટિશનો યોજાઈ શકશે. શહેરના નારણપુરામાં 18 એકરમાં કરોડોના ખર્ચે એક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પણ તૈયાર થવા જઈ રહ્યું છે. જેનું નિર્માણ થતાં કોઈપણ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટી થઈ શકશે. નવા તૈયાર થનારા સ્પોર્ટ્સ સંકુલમાં 3 હજાર એપાર્ટમેન્ટ બનશે. જેમાં 12 હજાર બાળકો રહી શકશે. જેઓ અહીં એક સાથે કોચીંગ લઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.