બળાત્કાર અને ભરણપોષણના કેસમાં સજા ભોગવનાર બે પાકા કામના કેદીઓને 10 વર્ષ અને 365 દિવસની સજા ભોગવ્યા બાદ રાજપીપળા જેલમાંથી છુટકારો.

બંદીવાનોને પ્રીઝનલ વેલ્ફેર ફંડમાંથી એક એક જોડી કપડાં આપ્યા.
જેલમુક્ત થયા બાદ સમાજમાં જઈ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નહીં કરવાની ખાત્રી આપી.
રાજપીપળા,તા. 6
રાજપીપળા જિલ્લા જેલ ખાતેથી બળાત્કાર અને ભરણપોષણના કેસમાં સજા ભોગવનાર પાકા કામના કેદી શિવરામ કાશીરામ વસાવાની 10 વર્ષ અને પાકા કેદી મંગળ ભાતા માલિની 365 દિવસની સજા ભોગવ્યા બાદ બંનેનો જેલમાંથી છૂટકારો થયો હતો.જિલ્લા જેલ અધિક્ષક એલ. એમ બારમેરાએ જણાવ્યું હતું કે સજા ભરી જેલમાંથી મુકત થયેલ બંદીવાનને પ્રિઝનર વેલ્ફર ફંડ માંથી એક -એક જોડી કપડાં આપ્યા.બંદીવાન દ્વારા જેલ મુકત થયા બાદ સમાજમાં જઈ કોઈ ગુન્હાહિત પ્રવૃતિ નહિ કરીએ તેઓ વિશ્વાસ આપ્યો હતો.અને જેલ પ્રશાસન તરફથી જેલવાસ દરમિયાન સુમેળ ભર્યું વર્તન કરવામાં આવેલ તેવું જણાવેલ. પાકા કેદી શિવરામ કાશીરામ વસાવા ઇપિકો કલમ 376 માં 10 વર્ષની સજા તેમજ બીજા પાકા કેદી મંગળ ભાતા માલી ભરણ પોષણના કેસમાં 320 દિવસની સજા ભોગવીને જેલમાંથી મુક્ત થયા હતા.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા