રાજપીપળા,તા.6
નર્મદા જિલ્લામાં યોજાયેલી નર્મદા જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયત સહિત રાજપીપળા નગરપાલિકાની 28મીએ ચૂંટણી યોજાઈ હતી. 2જી માર્ચે જ્યારે એનું પરિણામ જાહેર થયુ.ત્યારે નર્મદા જિલ્લામાં ભાજપનો ભગવો લેહેરાયો હતો.અત્યાર સુધીના ઈતિહાસમાં કોઈ પાર્ટીને આ સૌથી વધુ બેઠકો મળી છે.એમ કહીએ તો ખોટું નથી. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીની વરણી બાદ વાતાવરણ એવું બન્યું હતું કે, પણ પરિણામ કંઈક અલગ જ આવ્યું છે.અનેક ફરિયાદો છતાં ભાજપને સ્પષ્ટ બહુમત મળ્યો.નર્મદા જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયત તથા રાજપીપળા નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી.
નાંદોદ ધારાસભ્ય સાથે જિલ્લા ભાજપ પ્રમુખ નું સેટિંગ છે. એ પણ પુરવાર થયું નથી અને આક્ષેપો ખોટા ઠર્યા .અત્યાર સુધી નાંદોદ તાલુકાની ભદામ જિલ્લા પંચાયત અને વાગેથા તાલુકા પંચાયત પર કોંગ્રેસનો વિજય થતો આવ્યો છે. નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી નીલ રાવના મતવિસ્તારમાં આવતી એ બંને બેઠકો કબજે કરવી એ મહામંત્રીની અગ્નિ પરીક્ષા સમાન હતી.પરંતુ કોઇ જાતિવાદી સમીકરણ કામ ન કર્યું અને આઝાદી બાદ પ્રથમ વખત ભદામ જિલ્લા પંચાયત અને વાગેથા તાલુકા પંચાયત બેઠક પર ભાજપે જંગી બહુમતીથી જીતી લીધી.નાંદોદ ધારાસભ્યની પુત્રી, પુત્ર અને એમના જમાઈ સામે ભાજપનો ઉમેદવાર જંગી બહુમતીથી જીત્યો છે. આઝાદી બાદ પ્રથમ વખત આ બે બેઠકો પર ભાજપનો વિજય થયો છે .
તો બીજી બાજુ બીટીપીના વર્ચસ્વ વાળા દેડીયાપાડા અને સાગબારામાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપળા