દિલ્હીમાં પીઝા ડિલીવરી બોય કોરોના પોઝિટીવ… ૭૨ જણાને ક્વોરન્ટાઈન કરવા પડ્યા…

હજી પણ કહું છું જે ફેરિયાઓ ગલીમાં ફરતા ફરતા શાકભાજી અને ફળો વેચવા આવે છે એમના પાસેથી ખરીદી કરવાને બદલે એમની પાસેથી ખરીદી કરો કે જેમને તમે ઘણા વખતથી ઓળખો છો…

જો કોઈ વિસ્તારમાં ચેપ ફેલાય તો કોને કોને ચેપ લાગ્યો એ શોધવું અશક્ય બની જશે…

હજી કહું છું જેનો નંબર , નામ , સરનામું તમને ખબર છે એવા ફેરિયાઓની પાસેથી જ ખરીદી કરજો…

હરતા ફરતા ફેરિયાઓ દ્વારા ફેલાયેલો ચેપ કેમ કરીને મૂળ સુધી પહોંચશો… ???

સરકારે બધા ફેરિયાઓને અલગ અલગ વિસ્તાર નક્કી કરી દરેકને ફિક્સ દરરોજ એક જ જગ્યા પર ઉભા રહેવા દેવા જોઈએ…

બધા ફેરિયાઓના નામ , સરનામા , આધાર કાર્ડ વિગતો , ફોન નંબર અને એમને કઈ ગલી ફાળવી છે તે બધી જ વિગતો સ્વાસ્થય વિભાગ , સરકાર અને પોલિસ પાસે હોવી જોઈએ…

તમે પોતે તો આજથી જ સતર્ક થઈ જાવ…
આખા દેશની સુરક્ષા ચેક કરવા માટે અને લોકોને જાગૃત રાખી કોરોના રજિસ્ટ્રી બનાવવા આરોગ્ય સેતુ એપ્લિકેશન બનાવેલી છે તો દિલ્હી સરકાર આરોગ્ય સેતુ ના બદલે એક અલગ વહોટ્સેપ નંબરની એડવર્ટાઈઝીંગ કર્યા કરે છે…

બધા રાજ્યોમાં સ્માર્ટ ફોન હોય એ બધા પાસે આરોગ્ય સેતુ એપ્લિકેશન ફરજિયાત હોવી જ જોઇએ…

દિલ્હીની પ્રજાએ અને આ પીઝા ડિલીવરી બોય , એના સાથીઓ , એની દુકાનના માલિકે જો આરોગ્ય સેતુ એપ્લિકેશન વાપરી હોત તો એની દુકાનમાંથી ખરીદી થયેલ હોય એ બધા ગ્રાહકો ને જોખમ ન થયું હોત…