સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રક્ષા મંત્રી રાજનાથસિંહ સમક્ષ સંસ્કૃત ભાષામાં વાત કરતા રક્ષામંત્રી પ્રભાવિત થયા

આ અંગે ના ફોટા નર્મદા નિગમના ચેરમેન ડો. રાજીવ ગુપ્તા ટ્વિટ પર ફોટા અને માહિતી મૂકી.
રાજપીપળા,તા.5
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી ખાતે આર્મી,નેવી,એરફોર્સની ટોપ કમાન્ડર કોન્ફરન્સનું આયોજન કરાયું છે.જેનો આરંભ થયો છે. 6ઠ્ઠી માર્ચ ના રોજ તેના સમાપન તમારો હમણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપનાર છે.આજે રક્ષામંત્રી રામનાથ આજે કેવડીયા પહોંચ્યા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલની પ્રતિમાને ચરણસ્પર્શ કરી વંદન કર્યા હતા. ખાસ તો જ્યારે રક્ષા મંત્રી રાજનાથસિંહ સ્ટેચ્યુ પર પહોંચ્યા ત્યારે ત્યાંના ગાયકોની સંસ્કૃત ભાષામાં વાત કરી ત્યારે રક્ષામંત્રી ખૂબ અચંબામાં પડી ગયા હતા. અને ગાયને સંસ્કૃત ભાષામાં વાત કરતા જોઈને પ્રભાવિત થયા હતા.તેમને રક્ષામંત્રી રાજનાથસિંહને સંસ્કૃત ભાષામાં માહિતી આપી ગાઈડ કરતા ખુશ થયા હતા.આ અંગે ના ફોટા નર્મદા નિગમના ચેરમેન રાજીવ ગુપ્તા ટીવીટી ઉપર ફોટા અને માહિતી મૂકતા જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં એકમાત્ર સ્ટેચ્યુ પર ટૂરિસ્ટને સંસ્કૃત ભાષામાં ગાઈડ કરાઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ખાતેના 15 જેટલા ગાઈડને સંસ્કૃત ભાષાની ખાસ બે માસની તાલીમ આપીને તૈયાર કર્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભારતના પ્રાચીન ભાષા સંસ્કૃત ભાષાનું મહત્વ વધે તે માટે તાલીમ આપી તૈયાર કર્યા છે.6 તારીખે વડાપ્રધાન મોદી સાથે પણ ગાઈડ સંસ્કૃત ભાષામાં વાત કરે તો નવાઈ નહીં.

રિપોર્ટ : જ્યોતિ
જગતાપ, રાજપીપળા