આગામી ઉનાળાની સીઝનમાં પણ ખેડૂતોને પાક વાવેતર માટે પાણી તા.5મી માર્ચથી (આજથી) આપવાનો રાજ્ય સરકારનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય.

નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને ઉનાળા પાક માટે નર્મદાનું પાણી તા.5 મી માર્ચથી અપાશે : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ.
કમાન્ડ વિસ્તારના અંદાજે 4 લાખ હેકટર કરતાં વધુ વિસ્તારના ખેડૂતોને લાભ મળશે.
રાજપીપળા, તા. 5
આગામી ઉનાળાની સીઝનમાં પણ ખેડૂતોને પાક વાવેતર માટે પાણી તા.5 મી માર્ચથી આજથી આપવાનો રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત લક્ષી નિર્ણય લીધો છે. આ અંગે નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યું છે કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ દ્વારા ગુજરાતના લાખો ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી તથા 4 કરોડ કરતા વધુ નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. સુજલામ સુફલામ યોજના સૌની યોજના દ્વારા પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર -કચ્છ સુધી નર્મદાના પાણીનો લાભ પૂરો પાડવામાં આવી રહ્યો છે.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે રાજ્યના ખેડૂતોને રવી સીઝનમાં (શિયાળા પાક માટે )નર્મદાની નહેરો દ્વારા તથા ફતેહવાડી ખારીકટ કેનાલમાં પણ પૂરતું પાણી સરકારે આપ્યું છે.સાથે સાથે મહેસાણા અને પાટણ જિલ્લામાં જ્યાં કેનાલમાં દરવાજાઓ મૂક્યા છે.ત્યાં રૂપેણ અને પુષ્પાવતી નદી માં પણ પાણી વહેવાળીને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ હતી.
તેમને ઉમેર્યું કે ગત ચોમાસામાં થયેલા સારા વરસાદને પરિણામે નર્મદા ડેમમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં એટલે કે આજે 130 2.56 મીટર લેવલ છે.
ધારાસભ્યઓ,કિસાન સંઘ અને ખેડૂત આગેવાનો દ્વારા મળેલી રજૂઆતો ધ્યાને લઇ આગામી ઉનાળાની સિઝનમાં પણ ખેડૂતોને પાક વાવેતર માટે પાણી તા.5 મી માર્ચના રોજ થી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણયને પરિણામે ઉનાળુ વાવેતર કરતા નર્મદા કમાન્ડ વિસ્તારના અંદાજે 4 લાખ હેકટર કરતાં વધુ વિસ્તારના ખેડૂતોને આ પાણીનો લાભ મળશે અને તેમની ઉત્પાદકતામાં તથા વાવેતરની ક્ષમતામાં પણ વધારો થશે.
તેમણે ઉમેર્યું કે મધ્યપ્રદેશ અને ત્યાં આ બંધોમાં પણ પૂરતું પાણી ઉપલબ્ધ હોવાના પરિણામે આજે સરદાર સરોવર ડેમમાં 130.56 મીટર પાણીનું લેવલ છે. આ વર્ષે નર્મદા કંટ્રોલ ઓથોરીટી દ્વારા નક્કી થયા મુજબ ગુજરાતના ભાગમાં આવતું 10.08 મિલિયન એકર ફીટ પાણી ગુજરાતને વાપરવા મળશે.ગત વર્ષે સરદાર સરોવર બંધ માં તા. 4. 3.20 ના રોજ 123.99 મીટર લેવલે પાણી હતું.અને આજે 130.56 પાણીની સપાટી છે.આ પાણીમાંથી પીવાના પાણી માટે સમગ્ર ઉનાળો અને ચોમાસું આ બે માસ માટે જથ્થો સુરક્ષિત રાખી અન્ય પાણી ખેતીવાડી માટે ખેડૂતોને આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા