માંડવી નગરપાલીકામાં 31 બેઠકો પર કેસરિયો લહેરાયો. તાલુકા પંચાયત જીલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસનો રકાસ

માંડવી : માંડવીના ઇતિહાસમાં સંભવત પ્રથમ તાલુકા પંચાયત તલવાણા ઉપર અપક્ષ વિક્રમસિંહ જાડેજાનો અને શેરડી પર કોંગ્રેસના અરવિંદસિંહનો વિજય

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, નગરપાલીકાના પરીણામો આજે સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે જાહેર થયા હતા. જેમાં સદંતરે કોંગ્રેસ નો રકાસ નિકળતા ભાજપ નો કમળ સોળે કળાએ ખીલ્યું હતું. માંડવી નગરપાલિકાની 36 બેઠકોમાંથી 31 ભાજપે હસ્તગત કરી હતી. માંડવીના વોર્ડ 5 માં કોંગ્રેસ ને 4 અને વોર્ડ નં. 6માં 1 બેઠક પર કોંગ્રેસ નો વિજય હતો.માંડવી તાલુકા પંચાયતની
બાડા બેઠક દેવશ્રીબેન વરજાંગ ગઢવી (ભાજપ) બાગ બેઠક શિલ્પાબેન પ્રકાશ નાથાણી (ભાજપ)બાયઠ બેઠક માટે જાગૃતિબા દીપસિંહ જાડેજા (ભાજપ) બિદડા-1 જેકસન કલ્યાણજી સંગાર (ભાજપ) બિદડા-2 માટે નિલેશ મગનભાઈ મહેશ્વરી (ભાજપ) ગઢશીશા-1 માટે હરીશભાઇ દેવજી રંગાણી (ભાજપ) ગઢસીસા-2 કલ્પનાબેન રાજેશ વાસાણી (કોંગ્રેસ) ગુંદિયાળી બેઠક ભૂપેન્દ્રસિંહ બચુભા જાડેજા (ભાજપ) મઉં મોટી બેઠક દેવુબા ટપુભા જાડેજા (ભાજપ)નાના ભાડિયા બેઠક ધનબાઈ જીવરાજ મુંધુડા (ભાજપ) દરશડી બેઠક રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા (ભાજપ) શેરડી બેઠક અરવિંદસિંહ રામસંગજી જાડેજા (કોંગ્રેસ) તલવાણા બેઠક વિક્રમસિંહ કલુભા જાડેજા (અપક્ષ) દુર્ગાપુર બેઠક કાંતાબેન દિપક શીરોખા (ભાજપ) ગોધરા બેઠક કેવલ કિશોર ગઢવી (ભાજપ) કાઠડા બેઠક દેવાંગ મેગરાજ ગઢવી (ભાજપ) કોડાય બેઠક રાકેશ હરિભાઈ રાઠવા (ભાજપ) મોટી રાયણ જસુબેન દામજી છાભૈયા (ભાજપ)
રામપર બેઠક પ્રેમબાઇ મુખરજી વેકરીયા(ભાજપ) વિરાણી નાની બેઠક ઝવેરીને ગોવિંદ ચાવડા(ભાજપ) નો વિજય થયો હતો.

જયારે જિલ્લા પંચાયતની બીદડા બેઠક સોનબાઈ ખેતશી થરીયા (ભાજપ) જિલ્લા પંચાયતની ગઢશીશા બેઠક લીલાબેન પ્રવીણ રાઠવા (ભાજપ) જિલ્લા પંચાયતની કોડાય બેઠક ગંગાબેન કલ્યાણજી સેંઘાણી (ભાજપ) જિલ્લા પંચાયતની તલવાણા બેઠક કેશવજી વાછીયા રોશીયા (ભાજપ) નો વિજય થયો હતો.