*WHOએ આપી ચેતવણી, કોરોના વાયરસનાં સંક્રમણને લઈને સતર્ક રહે બધા જ દેશ*

ચીન મહામારીનું સ્વરૂપ ધારણ કરી ચૂકેલો કોરોના વાઈરસ હવે સમગ્ર દુનિયા માટે ખતરો બની શકે છે. આ અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને દુનિયાભરના દેશોને ચેતવણી આપી છે કે ચીનમાં એક હજારથી વધુ લોકોનો ભોગ લઇ ચૂકેલા આ વાયરસ સામે લડવા તેઓ તૈયાર રહે.ડબલ્યુએચઓના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ ગેબ્રિએસસે જણાવ્યું છે કે ચિંતાની વાત એ છે કે આ વાઈરસનો ચેપ એવા લોકોને પણ લાગ્યો છે કે જે ક્યારેય ચીન નથી ગયા. આવા મામલાઓને કારણે જ વિશ્વમાં આરોગ્ય ક્ષેત્રે કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે ડબલ્યુએચઓએ જણાવ્યું કે ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાઈરસની ગતિ ધીમી પડી છે