*ચીનમાં 14000 મૃતદેહ સળગાવવાની આશંકા*

ચીનમાં કોરોનાવાયરસથી મોતની સંખ્યા 1000થી વધુ થઈ ગઈ છે અને 40 હજારથી વધુ સંક્રમિત છે. જોકે સરકાર પર વાસ્તવિક સંખ્યા છુપાવવા અને મોટી સંખ્યામાં શવને છુપીરીતે અગ્નીદાહ આપવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ચીનમાં શવ સળગાવવાની પરંપરા નથી. સોમવારે વુહાનની સેટેલાઈટ તસ્વીર સામે આવી. તેમાં આગના મોટા ગોળાના રૂપમાં સલ્ફર ડાઈ ઓક્સાઈડ ગેસ જોવા મળી રહ્યો છે.વૈજ્ઞાનિકો અનુસાર આવુ મેડિકલ વેસ્ટ અથવા શવના સળગાવવા પર થાય છે. ઈન્ટેલવેવના જણાવ્યા અનુસાર આટલો ધુમાડો 14,000 શબોના સળગાવવા પર નિકળે છે. બ્રિટિશ અખબાર ડેલીમેલે પણ વુહાનની સેટેલાઈટ ઈમેજ પર શંકા વ્યક્ત કરી છે.