ભારત તિબ્બત સમન્વય સંઘમાં નર્મદા જિલ્લા મહામંત્રી તરીકે ભરતકુમાર શાહ ની વરણી કરાઈ

ભારત તિબ્બત સમન્વય સંઘમાં નર્મદા જિલ્લા મહામંત્રી તરીકે ભરતકુમાર શાહ ની વરણી કરાઈ

રાજપીપળા :તા 2

ભારત તિબ્બત સમન્વય સંઘ એ ભારત અને તિબ્બતના સંબંધોને મજબૂત બનાવવા માટે સંકલન અને સમન્વય કરતી નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન (સંગઠન) છે.જેનો ઉદ્દેશ તિબ્બત નું સમર્થન અને તેની આઝાદી માટે અને કૈલાશ માન સરોવરની મૂકતી અને ભારતની સુરક્ષા માટેનો છે.

સંઘના રાષ્ટ્રીય મહિલા વિભાગના અધ્યક્ષ ડૉ, રુચિ ચતુર્વેદ અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ભાવેશ જોશી તેમજ ગુજરાત પ્રાંતના પ્રદેશ મહિલા અધ્યક્ષ ડૉ, મૃણાલિની ઠાકરની સહમતીથી ભારત તિબ્બત સમન્વય સંઘના નર્મદા જિલ્લાના મહામંત્રી તરીકે નિડર,સિનિયર પત્રકાર અને પ્રામાણિક એવા ભરતકુમાર શાહની નિમણુંક થતા પોતાના સમાજ અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે

ભરતકુમાર શાહ છેલ્લા 25 વર્ષ કરતા વધુ સમયથી નિડરતાથી પત્રકારત્વ ક્ષેત્રે કામ કરી રહ્યા તથા લોકસેવા, પશુ,પ્રાણીઓની સેવા પણ કરતા રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લામા તેમની ઓળખ એક પ્રામાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિ તરીકેની છે

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા