રાજ્ય સરકાર ઇ-રિક્ષા માટે 48,000 અને બેટરીથી ચાલતા ટુ-વ્હીલર માટે 12,000ની આપશે સબસીડી

રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ તથા સી.એન.જી.થી ચાલતી રિક્ષાઓના બદલે ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતી ઈ-રિક્ષાનો વપરાશ વધે તે માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે. ગુજરાતના બજેટમાં એક ઇ-રિક્ષા દીઠ 48,000ની સબસીડી માટે 26 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતા ટુ-વ્હિલર માટે વાહન દીઠ 12,000ની સબસીડી આપવા માટે 41 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.