વડોદરામાં પરિવારનો સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ, પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા પી લેતા 3ના મોત

વડોદરામાં સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. સમા વિસ્તારમાં આવેલ સ્વાતિ સોસાયટીમાં રહેતા એક જ પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા પી લેતા ખળભળાટ મચી ગયો છે. પરિવારના 6 સભ્યોમાંથી 3 સભ્યોના મોત થયાં છે. જ્યારે 3 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. પરિવારે આર્થિક સંકડામણના કારણે અંતિમપગલું ભર્યું હોવાનું અનુમાન છે.