રાજપીપળા ટેકરા ફળીયાની મહિલાનું ગંભીર રીતે દાઝી જતા મોત.

ચાદર ઓઢીને સુતેલ મહિલાને સ્ટવથી આગ લાગતા ઓઢેલ ચાદર સળગી જતાગંભીર રીતે દાઝેલ મહિલાનું મોત.
રાજપીપળા ટેકરા ફળીયાનો બનાવ.
રાજપીપળા, તા.3
રાજપીપળા ટેકરા ફળીયાની મહિલાનું ગંભીર રીતે દાઝી જતા મોત નીપજયુ છે.જેમા કાજલબેન મનિષભાઇ વસાવા (ઉ.વ.૩૦ રહે.ટેકરાફળીયા રાજપીપલા)પોતાના ઘરમાચાદર ઓઢીને સુતેલ હતી.ત્યારે બાજુ માના સ્ટવથી આગ લાગતા ઓઢેલ ચાદર સળગી જતા ગંભીર રીતે દાઝી જતા મહિલાનું મોત નીપજયુ હતું.
આગ લાગવાથી દર્દીના શરીરે મોઢા ઉપર તથા પેટના ભાગે હાથ પર તથા છાતી પર દાઝી જતા દર્દીને સારવાર માટે લાવતા એસ.એસ.જી હોસ્પીટલ વડોદરા ખાતે ઇ વોર્ડમા દાખલ કરેલ. જયા તેમનુ સરવાર દરમ્યાન મોત નીપજયુ હતું. રાજપીપળા પોલીસે આ અંગે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધી હતી.

રિપોર્ટ: જ્યોતિ જગતાપ,રાજપીપળા