રાજપીપળા,તા.3
નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજચૂંટણીઓ માટે ભાજપના ફાયર બ્રાન્ડ સાંસદ મનસુખ વસાવા આ વખતે આ જિલ્લા પંચાયત ના સ્ટાર પ્રચારક તરીકે સફળ રહ્યા હતા.
નર્મદા જિલ્લા પંચાયતની વાત કરીએ તો જિલ્લા પંચાયત ની 22 બેઠકો પર ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો હતો ,અને ખાસ સાગબારા અને દેડીયાપાડા માં અત્યાર સુધી બીટીપી નું ગઢ ગણવામાં આવતું હતું.ગત તમામ બીટીપી કોંગ્રેસ મળી સત્તા હાસિલ કરી હતી જેમાં કોંગ્રેસ પાસે 10 બીટીપી પાસે 6 અને ભાજપ પાસે 6 હતી.ચાલુ વર્ષે સત્તા પરિવર્તન આવ્યું છે.અને હાલ ભાજપ પાસે 19 કોંગ્રેસ પાસે 2 સીટ અને બીટીપી પાસે માત્ર સમ ખાવાની એકજ સીટ આવી છે. જોકે ભાજપ સાંસદ મનસુખ વસાવા આ વખતે આ જિલ્લા પંચાયત ના સ્ટાર પ્રચારક રહ્યા હતા અને બીટીપી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે આ સંસદ મનશુખ વસાવાના આકરા પ્રહારોને કારણે જ ભાજપનો ભગવો લહેરાયો છે.
નર્મદા જિલ્લાની કેવડીયાની બેઠક પર સૌની નજર હતી.કારણ કે આ બેઠક એવી બેઠક હતી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રથમ વખત આ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ રહી હતી. ત્યારે ફેનસિંગના મુદ્દે તેમજ જમીન વિવાદ ને લઈ છ ગામના લોકો ઘણા વખતથી આંદોલન કરી રહ્યા હતા.અને સરકાર સામે નારાજગી પણ હતી. અને ઘણી વખત પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ત્યારે ભારતીય જનતા પાર્ટી એ આ વખતે અલગ વ્યુ અપનાવ્યો હતો. અંને કોઈ મોટા નેતાની જગ્યાએ સ્થાનિક કેવડિયા ગામ ના અસરગ્રસ્ત યુવાન દિનેશ રામાભાઈ તડવીને જિલ્લા પંચાયતની ટિકિટ આપી હતી. કોંગ્રેસે રણજીત તડવીને અને બીટીપી આશિષ તડવીને મેદાને ઉતર્યા હતા.
ત્યારે ભાજપની કેવડીયા સીટ પર જીતવામાં યોજનામાં સફળ થઇ હતી અને આ સીટ પર રણજીત તડવી,આશિષ તડવીની સામે દિનેશ રામાભાઇ તડવીની જીત થઈ હતી. કેવડીયા ની બેઠક પર કોંગ્રેસ અને ભાજપની ટક્કર હતી. જેમાં ભાજપના યુવા ભાજપના ઉમેદવાર દિનેશ તડવી ની ભવ્ય જીત મેળવી. જે આ વિસ્તારમાં એક આશ્ચર્યજનક પરિણામ કહી શકાય અને ભાજપે જે વ્યુહરચના અપનાવી હતી જે સફળ થઈ છે. સાથે સાથે ગરુડેશ્વર તાલુકા પંચાયત પણ જાળવી રાખવા ભાજપને સફળતા મળી છે.
રાજપીપલા નાગરપલિકાની વાત કરીયે તો ગત તમ માં ભાજપ પાસે બહુમતી હતી. પરંતુ કેટલાક બળવા ખોરો ચાર લોકો એ ભાજપ વિરુદ્ધ જતા ભાજપે સસ્પેન્ડ કાર્ય હતા.અને કોંગ્રેસ નો સહારો લેવો પડ્યો હતો. પરંતુ ચાલુ વર્ષે રાજપીપલા નગરપાલિકા માં ભાજપે બહુમતી થી સત્તા હાસિલ કરી છે. ભાજપ પાસે 28 સીટ માંથી 16 સીટ આવી છે.અને કોંગ્રેસ પાસે 6 અને અપક્ષ પાસે 6 સીટ ગઈ છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા