નગરપાલિકાના વિજેતા મહિલા ઉમેદવાર શણગારેલા ઘોડા પર બેસીને વિજય સરઘસ મા જોડાયા.

રાજપીપળા, તા. 3
રાજપીપળા નગરપાલિકાએ ભાજપમાં સત્તાના સૂત્રો ગ્રહણ કર્યા પછી નગરમાં વિજય સરઘસ નિકળ્યા હતા.જેમાં રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર 4 માંથી ચૂંટાયેલા ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર કિંજલબેન તડવી ફરીથી ચૂંટાઇ આવતા તેમણે વિજય સરઘસમાં ઘોડાઉપર બેસીને આભાર માન્યો હતો.
શણગારેલા ઘોડા ઉપર બેસીને કિંજલબેન નગરમાં તથા પોતાના વોર્ડ મા પણ ફરીને ઘોડા ઉપર બેસીને મતદારોનો આભાર માન્યો હતો. શણગારેલા ઘોડા પર બેસીને આવેલા વિજેતા મહિલા ઉમેદવાર નું આગમન લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા